ઓક્ટોબરમાં 2 વખત બુધની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોની બલ્લે-બલ્લે, નોકરી અને કારોબારમાં સફળતાનો યોગ
Budh Transit on October 2024: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ 10 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. તો ત્યારબાદ 29 તારીખે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
બુધ ગોચર
વૈદિક જ્યોતિષ અનુસાર ચંદ્રમા બાદ બુધ ગ્રહ સૌથી ઝડપી ગતિથી રાશિ પરિવર્તન કરે છે. તમને જણાવી દઈએ કે આગામી મહિને બુધ ગ્રહ 2 વખત પોતાની ચાલમાં ફેરફાર કરશે. મને જણાવી દઈએ કે પહેલા ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ 10 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બુધ ગ્રહ 29 તારીખે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું આ સમયે ભાગ્ય ચમકી સકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ કઈ રાશિ માટે બુધ ગોચર ભાગ્યશાળી રહેશે.
તુલા રાશિ
તમારા લોકો માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી લગ્ન અને ધન ભાવ પર ગોચર કરશે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. સાથે છેલ્લા કેટલાક સમયથી તમને કરિયર અને વેપારમાં જે સમસ્યા આવી રહી છે તે બધી સમાપ્ત થઈ જશે. તમારી વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે. મિથુન રાશિના લોકોને આ દરમિયાન ધન સંપત્તિ લાભ થઈ શકે છે. તો અચાનક ધનલાભનો યોગ છે. સાથે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમયે તમારૂ કમ્યુનિકેશન સારૂ રહેશે, જેનાથી લોકો પ્રભાવિત થશે.
વૃશ્ચિક રાશિ
બુધ ગ્રહનું ગોચર તમારા લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી લગ્ન અને 12માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમે નાણાની બચત કરવામાં સફળ થશો. સાથે તમારૂ જીવન સારૂ બનાવવા માટે કેટલીક વસ્તુ તૈયાર થવાની છે. તમારી અંદર એક અલગ જુસ્સો જોવા મળશે. તો આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. આ સમયે તમે નોકરી અને વેપારમાં પ્રગતિ કરશો. આ સમયે તમારા સપના પૂરા થવાના છે. સાથે તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે.
મકર રાશિ
તમારા લોકો માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી કર્મ અને આવક સ્થાન પર ગોચર કરવાના છે. આ દરમિયાન તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. સાતે તમારા કરિયરમાં સફળતા અને તે બધુ મળવાનું છે. જેની તમને જરૂરીયાત છે. આ સમય તમારા માટે સફળતા મેળવવા અને ભૂતકાળમાં કરવામાં આવેલી મહેનતનો પુરસ્કાર મેળવવાનો છે. આ દરમિયાન વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. સાથે નવો કારોબાર શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તો નોકરી કરતા જાતકોને નવી નોકરી મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos