ગૌતમભાઇની કંપનીએ ગુજરાત ગોડું કર્યું, રોકાણકારો શેર કરી ખરીદવા કરી રહ્યા છે પડાપડી
અદાણી એનર્જી સોલ્યુશનના શેરમાં 18 ટકા, અદાણી પાવરના શેરમાં 13.74 ટકા, અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 13.50 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 10 ટકા, અદાણીના શેરમાં 9.99 ટકાનો વધારો નોંધાયો હતો. વિલ્મર અને એનડીટીવીના શેરમાં 11.5 ટકા આવ્યા હતા. અદાણી પોર્ટ્સના શેરમાં 5.30 ટકા, અંબુજા સિમેન્ટ્સના શેરમાં 4.5 ટકા અને ACCના શેરમાં 3.12 ટકાનો વધારો થયો હતો.
અદાણી ગ્રૂપના શેરમાં ચાલી રહેલી ખરીદી વચ્ચે શેરબજારમાં પણ લીલા નિશાન સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. બપોરે 2.30 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 145.18 પોઈન્ટ વધીને 66,115.22 પોઈન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 85.30 પોઈન્ટના વધારા સાથે 19,880 પોઈન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 66,143.55 પોઈન્ટના અપર લેવલ પહોંચ્યો હતો.
અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળાનું કારણ અદાણી-હિંડનબર્ગ કેસની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં તાજેતરની ઘટનાઓને જવાબદાર ગણવામાં આવી રહી છે. સુનાવણી દરમિયાન, સુપ્રિમ કોર્ટે અદાણી ગ્રૂપ સામે હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા શેરબજારના નિયમોના ઉલ્લંઘનને લગતા આરોપોની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરતી PIL પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
બીજી તરફ, અદાણી ગ્રૂપની લિસ્ટેડ 10માંથી 7 કંપનીઓએ બીજા ક્વાર્ટરના પરિણામોમાં નફો નોંધાવ્યો છે. ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટે સારું પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ તેના સિમેન્ટ બિઝનેસને વિસ્તારવા પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે.