પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી યુવા પેઢી! પોલીસની ગાડીમાં યુવાનનો બિયર પીતો વીડિયો વાયરલ
પોલીસની ગાડીમાં આરોપી બિયર પીતો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સાબરમતી નહીં પણ મહેસાણાના સાંથલનો હોવાની શક્યતા છે. વીડિયોમાં દેખાતા આરોપીનું જોરાવરસિંહ ઝાલા નામ છે. આ વીડિયો એક વર્ષ જૂનો હોવાની ચર્ચા છે. હત્યાના ગુનામાં આરોપી હાલ જેલમાં બંધ છે. આરોપી મૂળ કટોસણ ગામ મહેસાણા જિલ્લાનો છે. જોરાવરસિંહ ઝાલા જ્યારે દારૂના જથ્થા સાથે પકડાયો હતો ત્યારે તેણે આ વીડિયો બનાવ્યો હતો.
પોલીસની ગાડીમાં યુવાન બિયર પીતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાતો યુવાન હત્યાનો આરોપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાબરમતી રિવરફ્રન્ટ આસપાસનો વીડિયો હોવાનું વાયરલ થયું હતું. હત્યાના ગુનાનો આરોપી પોલીસની ગાડીમાં બિયર પીતો હોય તેવા દાવા સાથે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, બાદમાં પોલીસ વાન અને આરોપીની ઓળખ કરવા તજવીજ શરૂ કરાઈ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોથી અનેક સવાલ ઉઠ્યા હતા. બાદમાં આ વીડિયો સાબરમતીનો નહિ, પણ સાંથલનો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ વીડિયો એક વર્ષ જૂનો હોવાની પણ ચર્ચા છે. આ આરોપીનું નામ જોરાવરસિંહ ઝાલા નામ છે, જે હત્યાના ગુનામાં જેલમાં બંધ છે. આરોપી મૂળ કટોસણ ગામ મહેસાણા જિલ્લાનો રહેવાસી છે.
જોરાવરસિંહ ઝાલા જ્યારે દારૂ ના જથ્થા સાથે પકડાયો હતો ત્યારે આ વીડિયો બનાવાયો હતો. જોરાવરસિંહ ઝાલા સામે હત્યા લુંટ મારામારી દારૂ ની હેરાફેરી સહિત 9 જેટલા ગુના નોંધાય ચૂક્યા છે. ત્યારે ભલે આ વીડિયો જુનો હોય, પરંતુ એક આરોપી કેવી રીતે આ રીતે પોલીસની ગાડીમા રીલ બનાવવાની હિંમત કરી શકે.