Violence in Relationship: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO નો એક નવો રિપોર્ટ સામે આવી છે જેમાં દુનિયાભરમાં યુવતીઓ સાથે થતી હિંસાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. WHO ના આ રિપોર્ટ અનુસાર 15 થી 19 વર્ષની દર 4 માંથી 1 યુવતી તેના રિલેશનશિપમાં શારીરિક કે માનસિક હિંસાનો શિકાર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા 2000 થી 2018 ની વચ્ચે કરેલા એક અધ્યયનમાં 154 દેશની 15 થી 19 વર્ષની હજારો યુવતીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ અધ્યયનના પ્રમુખ લેખક ડોક્ટર લીનમૈરીના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે. આ મામલે હવે 2018 પછીના આંકડાનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે. 


આ પણ વાંચો: Open Marriage: ઓપન મેરેજ એટલે શું ? જાણી લો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમ વિશે


અધ્યયનમાં સામે આવ્યું કે હિંસાનું લેવલ દેશમાં મહિલાઓના અધિકાર સાથે પણ સંબંધિત છે. જેમકે જ્યાં મહિલા અને યુવતીઓને શિક્ષા અને સમાન ઉત્તરાધિકારનો કાયદો છે ત્યાં પણ તેમના સુધી આ લાભ પહોંચી રહ્યા નથી. આ પ્રકારની હિંસાને પણ અવગણી ન શકાય. જે દેશમાં સૌથી વધુ યુવતીઓ હિંસાનો સામનો કરે છે તેમાં ઓશીનીયા, આફ્રિકા, પાપાઆ ન્યૂ ગિની અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોનો સમાવેશ થાય છે. જેમાં યુરોપમાં સૌથી ઓછી હિંસા જોવા મળી છે. અહીં કિશોરીઓ સાથે હિંસાની ઘટના ફક્ત 10% છે. 


અબ્યુઝીવ સંબંધોથી બચવા શું કરવું ?


આ પણ વાંચો:  Relationship: શા માટે મહિલાઓ પોતાનાથી અડધી ઉંમરના છોકરા તરફ આકર્ષિત થાય ? જાણો કારણ


- કોઈપણ સંબંધમાં અપમાનજનક વ્યવહાર થતો હોય તો તેને સમયસર ઓળખી અને તેનાથી બચવું. જેમકે સંબંધોમાં કોઈ વધારે પડતું કંટ્રોલ કરવાની ટ્રાય કરે, શારીરિક કે મૌખિક દૂર્વ્યવહાર કરે તો સંબંધોથી દુરી બનાવી લેવી. 


- સંબંધોમાં સ્વીકાર્ય અને અસ્વીકાર્ય વ્યવહારને લઈને પણ પહેલાથી જ સ્પષ્ટ અને અટલ મર્યાદાઓ નક્કી કરી લેવી જોઈએ. સંબંધોની શરૂઆતમાં જ જો પોતાની મર્યાદાઓ નક્કી કરી લો છો તો પાર્ટનર તરફથી હિંસાની ઘટના ઓછી બને છે. 


આ પણ વાંચો: આ ઉંમરની છોકરીઓનું દિલ વારંવાર મચલે, રિલેશનશીપમાં હોવા છતાં બહાર મારે ફાંફાં..


- નજીકના મિત્રો અને પરિવાર સાથે સંવાદ જાળવી રાખો. પોતાના સંબંધોની સમસ્યાઓ વિશે ચર્ચા કરતા રહો. જેથી તેઓ તમને અપમાનજનક સંબંધોને ઓળખવામાં મદદ કરી શકે અને સંબંધો ક્યારેય છોડવા તે અંગે સલાહ પણ આપી શકે. 


- સંબંધોમાં જો હિંસા કે અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડે તો તેની વાત કરવામાં શરમ કે અસુરક્ષાની ભાવના ન અનુભવો. નિષ્ણાંત કે પરિવારના લોકો સાથે આ અંગે ચર્ચા કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)