Relationship Tips: કોઈપણ સંબંધ હોય તેને ચલાવવા માટે બે વ્યક્તિ વચ્ચે ફક્ત પ્રેમ જ નહીં પરંતુ વિશ્વાસ અને સત્યની પણ જરૂર હોય છે. જો બે વ્યક્તિ વચ્ચે વિશ્વાસ ન હોય તો સંબંધ ધીરે ધીરે નબળો પડવા લાગે છે. પરંતુ મોટાભાગના લોકો જ્યારે વાત બગાડવાની શરૂઆત થાય ત્યારે અંદાજ લગાવી શકતા નથી અને જ્યારે તેમને અનુભવ થાય છે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંબંધો બગડવાનું સૌથી મોટું કારણ હોય છે વાતો છુપાવવી અને ખોટું બોલવું. જો બે વ્યક્તિ એકબીજાથી વાતો છુપાવે તો સંબંધ ખરાબ થવા લાગે છે. તેમાં પણ જો એક પાર્ટનર બીજા પર વિશ્વાસ કરે અને સામેની વ્યક્તિ તેનાથી વાતો છુપાવે તો આવો સંબંધ લાંબો સમય ટકતો નથી. જોકે જ્યારે એક વ્યક્તિ વાતો છુપાવતી હોય ત્યારે કેટલાક સંકેત મળે છે. આ સંકેતો પરથી જાણી શકાય છે કે પાર્ટનર ખોટું બોલે છે અને વાતો છુપાવે છે 


આ પણ વાંચો: એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન


વાતને ઇગ્નોર કરવી 


જો તમારો પાર્ટનર પહેલા તમારી વાત ધ્યાનપૂર્વક સાંભળતા હોય અને પછી તેના વર્તનમાં ફેરફાર થાય અને તે ધીરે ધીરે વાતોને ઇગ્નોર કરવાનું શરૂ કરે તો તે સારો સંકેત નથી. જો તમે પાર્ટનર ને કોઈ વાત પૂછો અને તે તમારી વાતને ઇગ્નોર કરે તો સમજી લેજો કે તે તમારાથી કંઈ તો છુપાવે છે. 


આ પણ વાંચો: લાઈફસ્ટાઈલમાં આ 5 સિંપલ ફેરફાર કરીને પુરુષો દવા વિના વધારી શકે છે સ્ટેમિના


વાતનો જવાબ હસીને દેવો 


જ્યારે તમે કોઈ સિરિયસ વાત પૂછો કે વાત કરતા હોય ત્યારે જો પાર્ટનર હસી મજાક કરીને વાતને ટાળવાનો પ્રયત્ન કરે તો તે પણ સારો સંકેત નથી. આવું ત્યારે થાય છે જ્યારે તમારો પાર્ટનર પ્રયત્ન કરે કે તમે તે મુદ્દા ઉપર વાત કરવાનું બંધ કરી દો. એટલા માટે જ તે હસી મજાક કરીને વાતને ટાળવાનો પ્રયત્ન કરવા લાગે છે..


સમય ન આપવો 


કામકાજની દોડધામના કારણે એકબીજાને પૂરતો સમય ન આપી શકાય તે સામાન્ય છે. પરંતુ અચાનક જ જો તમારો પાર્ટનર તમારા માટે સમય કાઢવાનું બંધ કરી દે અથવા તો સમય મળે તો પણ તમારી સાથે રહેવાને બદલે તમને અવોઇડ કરવા લાગે તો સમજી લેજો કે તે તમારાથી કંઈક છુપાવી રહ્યો છે. 


આ પણ વાંચો: મહિલાઓને નાની વયના છોકરાઓ શા માટે વધારે ગમે છે? રિસર્ચમાં સામે આવ્યું આવું કારણ


તમારા વિના પ્લાનિંગ કરવું 


લાઈફ પાર્ટનર સાથે જ મોટાભાગે ફરવા જવું, પાર્ટી કે ડિનર જેવા પ્લાનિંગ થતા હોય છે. પરંતુ જો તમારો પાર્ટનર તમે કહો ત્યારે બહાર જવાનું ટાળે અને પછી તમારા વિના જ બહાર જવાના પ્લાનિંગ કરી તમને છેલ્લી ઘડીએ જણાવ્યું તો સમજી લેજો કે તેની લાઇફમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે જે તમારાથી છુપાવવામાં આવી રહ્યું છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)