Relationship Tips: કોઈપણ કપલ માટે બ્રેકઅપ સરળ નથી. બ્રેકઅપ સમયે જે સમસ્યા અને દુઃખ થાય છે તે ફક્ત બે વ્યક્તિ જ સમજી શકે છે. પરંતુ ક્યારેક સંબંધોમાં એવી સ્થિતિ સર્જાવા લાગે છે કે સાથે રહેવું મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં સાથે રહીને તકલીફ સહન કરવા કરતા અલગ થઈ જવું જોઈએ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતનો સમય તો પ્રેમથી પસાર થાય છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ સંબંધોમાં મધુરતા ઓછી થઈ જાય છે અને પાર્ટનર વચ્ચે સમસ્યાઓ આવવા લાગે છે. આમ તો કોઈ પણ સમસ્યા હોય તો તેનો ઉકેલ આવી શકે છે. પરંતુ પાંચ સ્થિતિ એવી છે જે રિલેશનશિપમાં હોય તો સમય બગાડ્યા વિના અને વધારે વિચાર્યા વિના બ્રેકઅપ કરી જ લેવું જોઈએ. આજે તમને જણાવીએ આ પાંચ સ્થિતિ કઈ છે. 


આ પણ વાંચો: આ 3 રીતે પાર્ટનર સાથે બનાવો સ્ટ્રોંગ બોંડ, પાર્ટનરને વધી જશે ઈંટિમસીમાં ઈંસ્ટ્રેસ્ટ


ગટ ફિલિંગ


ઘણી વખત અંદરથી તમને ખબર જ હોય છે કે આ વ્યક્તિ સાથે તમે રહીશ નહીં શકો. અથવા તો સામેની વ્યક્તિ બરાબર નથી તે ફીલિંગ પણ આવતી જ હોય છે પરંતુ તમે ખુલીને વાત કરી શકતા નથી. આવા સંબંધમાં વ્યક્તિને હંમેશા ઘુટન અનુભવાય છે. તમને વારંવાર અંતરઆત્મા જ સંકેત આપે છે કે બ્રેકઅપ કરી લેવું જોઈએ. આવી લાગણી થતી હોય તો પછી પોતાની લાગણીને દબાવ્યા વિના બ્રેકઅપ કરી લેવું 


આ પણ વાંચો: યોગ્ય જીવનસાથી કેવી રીતે પસંદ કરવો ? પાર્ટનર પસંદ કરતી વખતે આ વાતોને રાખો ધ્યાનમાં


લિમિટ ક્રોસિંગ 


રિલેશનશિપમાં હોય તો પણ બે વ્યક્તિએ એકબીજાનું સન્માન જાળવવું જોઈએ અને મર્યાદાને ઓળંગવી ન જોઈએ. રિલેશનશિપની શરૂઆતમાં જ લિમિટ ક્રોસિંગ અંગે વાત કરી લેવી જોઈએ. પરંતુ જો રિલેશનશિપમાં કોઈ એક પાર્ટનર બીજાની પર્સનલ સ્પેસની મર્યાદા ન રાખે તો તેવા વ્યક્તિ સાથે લાંબો સમય રહેવું નહીં. 


આ પણ વાંચો: લવ મેરેજ માટે માતા-પિતાને મનાવવા હોય તો અપનાવો આ રીતો, 100 ટકા હા કહી દેશે


ઇન્સીક્યોરિટી 


જે વ્યક્તિ સાથે તમે રિલેશનશિપમાં હોવ તેની સાથે તમને સુરક્ષાની ભાવના અનુભવાતી ન હોય એટલે કે તમને ઇન્સીક્યોરિટી  રહેતી હોય તો તેવા વ્યક્તિથી બ્રેકઅપ કરી લેવું જ સારું. 


બનાવટી સંબંધ 


ઘણી વખત સમય જતા સ્થિતિ એવી સર્જાઈ જાય છે કે તમારા પાર્ટનર એક બનાવટી સંબંધને જીવવા લાગે છે. જ્યારે સંબંધોમાંથી રસ ઉડી જાય તો દેખાડા માટે સાથે રહેવાને બદલે અલગ થઈ જવું સારું. 


આ પણ વાંચો: 30 વર્ષ પછી લગ્ન કરનાર રહે છે ફાયદામાં, લેટ મેરેજ કરવાથી થતા લાભ વિશે જાણી લો ફટાફટ


શંકા કરનાર 


જો બે માંથી કોઈ એક વ્યક્તિના મનમાં સતત શંકા રહેતી હોય અને બીજા વ્યક્તિએ સતત સ્પષ્ટતાઓ કરવી પડતી હોય તો આવો સંબંધ ઝડપથી પૂરું કરી દેવો જોઈએ. શંકા એવી વસ્તુ છે જે ક્યારેય દૂર થતી નથી અને સમય જતા સંબંધ બગડે જ છે.