Relationship Tips: લવ મેરેજ માટે માતા-પિતાને મનાવવા હોય તો અપનાવો આ રીતો, 100 ટકા હા કહી દેશે

Relationship Tips: દીકરા-દીકરીના લગ્ન માટે આમ તો માતા પિતાને જ સૌથી વધારે ઉતાવળ હોય છે. પરંતુ વાત જ્યારે લવ મેરેજની આવે ત્યારે માતા પિતાને મનાવવા જ મુશ્કેલ થઈ જાય છે. કેટલાક કેસમાં માતા-પિતા ઝડપથી લવ મેરેજ માટે માની જતા હોય છે પરંતુ કેટલાક કપલને નિરાશા હાથ લાગે છે..

Relationship Tips: લવ મેરેજ માટે માતા-પિતાને મનાવવા હોય તો અપનાવો આ રીતો, 100 ટકા હા કહી દેશે

Relationship Tips: દીકરા-દીકરીના લગ્ન માટે આમ તો માતા પિતાને જ સૌથી વધારે ઉતાવળ હોય છે. પરંતુ વાત જ્યારે લવ મેરેજની આવે ત્યારે માતા પિતાને મનાવવા જ મુશ્કેલ થઈ જાય છે. કેટલાક કેસમાં માતા-પિતા ઝડપથી લવ મેરેજ માટે માની જતા હોય છે પરંતુ કેટલાક કપલને માતા પિતાને મનાવવા માટે મહિનાઓ સુધી મહેનત કરવી પડે છે. તેમ છતાં નક્કી નથી હોતું કે ખરેખર માતા પિતા માનશે કે નહીં..

આવી સ્થિતિમાં જેને લવ મેરેજ કરવાના હોય છે તે કપલને અનેક પાપડ વણવા પડે છે. જો તમે પણ લવ મેરેજ કરવા માંગો છો અને તમારા માતા-પિતા નથી માની રહ્યા તો આજે તમને એવી ટિપ્સ જણાવીએ જેને અપનાવશો તો 100 ટકા તમારા માતા-પિતા લવ મેરેજ માટે માની જશે અને ધામધૂમથી તમારા લગ્ન કરાવશે.

પહેલાથી હિન્ટ આપી દો 

લવ મેરેજની વાત માતા પિતા સામે એકદમથી કરવાને બદલે તેમને પહેલાથી જ હિન્ટ આપી દો. અચાનકથી તમે કહેશો કે આ વ્યક્તિ સાથે તમારે લગ્ન કરવા છે તો ઝટકો વાગશે. તેના કરતાં પહેલા તે વ્યક્તિને તમારા સારા મિત્ર હોય તે રીતે ઘરે બોલાવો અને માતા પિતા સાથે મુલાકાત કરાવી દો. જેનાથી પરિવારના લોકો તે વ્યક્તિને ઓળખતા થઈ જશે. 

વિશ્વાસમાં લેવા 

જ્યારે તમે માતા પિતાને પોતાની પસંદ અને લવ મેરેજ વિશે વાત કરો તો પહેલા તેમનો વિશ્વાસ જીતો. તમને વિશ્વાસમાં લો કે તમે જેને પસંદ કર્યો છે તે યુવક કે યુવતી સાથે તમે જીવનભર ખુશ રહેશો. જો તમે વિશ્વાસથી વાત કરશો તો તમારી પસંદ પર તેમને પણ વિશ્વાસ થશે. 

ભાઈ બહેનોની મદદ લો 

જો તમારા ઘરમાં તમારા ભાઈ-બહેન છે તો માતા પિતાને મનાવવા માટે તેમની મદદ લો. સૌથી પહેલા તેમને તમારા લવ મેરેજના વિચાર વિશે જણાવો અને પાર્ટનર સાથે મુલાકાત કરાવો. ત્યાર પછી યોગ્ય દિવસ પસંદ કરીને માતા પિતા સાથે સાથે મળીને વાત કરો. 

લવ મેરેજના ફાયદા જણાવો 

માતા પિતા અંતે તો સંતાનની ખુશી જ ઈચ્છતા હોય છે તેથી તેમને લવ મેરેજ કરવાના ફાયદા વિશે જણાવો. તેમને જણાવો કે તમે તમારા પાર્ટનરને સમજી વિચારી અને બરાબર રીતે જાણીને પસંદ કર્યો છે. તે વ્યક્તિ સાથે મેરેજ કરવાથી તમને થનાર ફાયદા વિશે માતા પિતાને જણાવો. માતા-પિતાને જણાવો કે તમે આ વ્યક્તિ સાથે જીવનભર સંબંધ નિભાવી શકશો. એક વખત માતા-પિતાને આ વાત પર વિશ્વાસ થઈ ગયો તો તેઓ સો ટકા તમને લગ્નની પરમિશન આપી દેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news