Relationship: લગ્ન એવું બંધન છે જેમાં બે વ્યક્તિ વચ્ચે સન્માન અને સમજદારી હોય તે ખૂબ જ જરૂરી છે. જોકે ઘણા દંપત્તિ વચ્ચે આ બંને વસ્તુનો અભાવ હોય છે. તેનું કારણ હોય છે કેટલીક આદતો. વાત કરીએ પત્નીના ગુસ્સાની તો પતિની કેટલીક આદતોથી પત્નીઓ પરેશાન રહેતી હોય છે. ખાસ કરીને પાંચ એવી આદતો છે જે કોઈપણ પત્ની સહન કરી શકતી નથી. પરિણીત પુરુષે આ પાંચ કામ કરવાનું ટાળવું જોઈએ. આ પાંચ કામ એવા છે જેને કોઈ સ્ત્રી સહન નથી કરતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્નીને પસંદ નથી પતિની આ હરકતો


આ પણ વાંચો: Relationship: રિલેશનશીપમાં પાર્ટનરને સાયન્ટ ટ્રીટમેન્ટ આપવાની ન કરવી ભુલ


1. સામાન્ય રીતે દરેક પુરુષ ઘરના કામની વાત આવે તો ગાયબ થઈ જાય છે. ઘરના નાના-નાના કામ હોય કે મોટા કામ પતિ મદદ કરતા નથી. જેના કારણે પત્ની પરેશાન થઈ જાય છે. પતિ અને પત્ની બંને વર્કિંગ હોય તો પણ ઘરની જવાબદારી ફક્ત પત્નીના માથે હોય તે યોગ્ય નથી. પતિએ ઘરના કામમાં પણ પત્નીની મદદ કરવી જોઈએ. 


આ પણ વાંચો: જાનુ.. જાનુ... કહીને આવી રમતો રમી જાય છે યુવકો, તમારી સાથે તો નથી થઈ રહ્યુંને આવું ?


2. પતિ જો ઈમોશનલ સપોર્ટ ન કરે તો પણ પત્ની પરેશાન થઈ જાય છે. જ્યારે પતિ તેની પત્નીની ભાવના અને સમસ્યાને સમજે નહીં અને તેને સપોર્ટ ન કરે તો પત્ની એકલતા અનુભવે છે. 


3. પત્નીની આદતો, તેની રસોઈ, કપડા, દેખાવ વગેરેની આલોચના જ્યારે પતિ અન્ય લોકોની સામે ખુલ્લેઆમ કરે છે તો આ પણ પત્નીઓ સહન કરી શકતી નથી. આવી વાતો પત્નીના આત્મસમ્માનને પ્રભાવિત કરે છે. 


આ પણ વાંચો: Anger : જો પાર્ટનર હોય ખીજમાં તો આ 6 સ્ટેપ ફોલો કરી પોતાનો ગુસ્સો કરો કંટ્રોલ


4. વાઈફને પણ પર્સનલ સ્પેસ અને આઝાદીની જરૂર હોય છે. જ્યારે પતિ આ વાતને મહત્વ નથી આપતા તો પત્નીના સ્વભાવમાં ક્રોધ, સ્ટ્રેસ અને ચીડીયાપણું વધી જાય છે. 


5. ઘણા પુરુષો પોતાની પત્નીની મોટાભાગની વાતોને ઈગ્નોર કરે છે. તેમને લાગે છે કે પત્નીની વાત મહત્વની ન જ હોય. આ વાત પણ ખોટી છે. પત્નીની વાતને પણ મહત્વ આપવું, તેમની વાત સાંભળવી જરૂરી છે.