Relationship: રિલેશનશીપમાં પાર્ટનરને સાયન્ટ ટ્રીટમેન્ટ આપવાની ન કરવી ભુલ, આવી શકે છે આ ગંભીર પરીણામ

Relationship: સાયન્ટ ટ્રીટમેન્ટમાં કપલ એકબીજા સાથે વાતચીત કરવાનું જાણી જોઈને ટાળે છે. તેઓ એકબીજાને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા પણ આપતા નથી. જો કે નિષ્ણાંતો માને છે કે સાયલન્ટ ટ્રીટમેન્ટ સમસ્યાનું સમાધાન લાવવાનો સૌથી બેસ્ટ વિકલ્પ નથી. તેનાથી સમસ્યા વધી પણ શકે છે.

Relationship: રિલેશનશીપમાં પાર્ટનરને સાયન્ટ ટ્રીટમેન્ટ આપવાની ન કરવી ભુલ, આવી શકે છે આ ગંભીર પરીણામ

Relationship: સંબંધોમાં ક્યારેક ચુપ રહેવું જરૂરી હોય છે. પરંતુ ઘણા કપલ એકબીજાને ઝઘડા પછી સાયન્ટ ટ્રીટમેન્ટ આપે છે. સાયલન્ટ ટ્રીટમેન્ટ એટલે કે એકબીજા સાથે વાતચીત બંધ કરી દે છે. આવું એટલા માટે કરવામાં આવે કે ઝઘડો વધે નહીં અને સામેની વ્યક્તિને ભુલનો અહેસાસ થાય.

સાયન્ટ ટ્રીટમેન્ટમાં કપલ એકબીજા સાથે વાતચીત કરવાનું જાણીજોઈને ટાળે છે. તેઓ એકબીજાને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા પણ આપતા નથી. ઘણા કપલ તો એકબીજાથી સાવ અલગ જ રહેવા લાગે છે. પરંતુ આ રીતે વારંવાર થાય તો ચુપ રહેવાના કારણે પણ સંબંધમાં સમસ્યા થવા લાગે છે. નિષ્ણાંતો પણ માને છે કે સાયલન્ટ ટ્રીટમેન્ટ સમસ્યાનું સમાધાન લાવવાનો સૌથી બેસ્ટ વિકલ્પ નથી. તેનાથી નીચે દર્શાવ્યાનુસારની સમસ્યા વધી પણ શકે છે.

સાયન્ટ ટ્રીટમેન્ટના નુકસાન

1. વાતચીત બંધ કરી દેવાથી સંબંધોમાં દુરી આવવા લાગે છે. જેમ જેમ તમે વાતચીત ટાળો છો તેમ તેમ પોતાના પાર્ટનરથી ઈમોશનલી દુર થતા જાવ છો. જે ભવિષ્ય માટે સારું નથી.
 
2. જ્યારે તમે તમારા સાથી સાથે વાતચીત બંધ કરી દો છો તો તે વ્યક્તિ અપમાનિત અનુભવ કરે છે. તેને લાગે છે કે તેના હોવા ન હોવાથી તમને ફરક નથી પડતો. આ સ્થિતિ ખતરનાક સાબિત થઈ શકે છે. 

3. જો વારંવાર કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનરને સાયન્ટ ટ્રીટમેન્ટ આપે છે તો તેના સંબંધમાં અંતર વધી જાય છે. ત્યારબાદ સામેની વ્યક્તિ પોતાના પાર્ટનર પર વિશ્વાસ પણ નથી કરતી અને ખુલીને વાત પણ નથી કરતા. 

4. એકવાર જો તમે પાર્ટનર સાથે વાતચીત બંધ કરી દો છો તો પાર્ટનરને ઈમોશનલ સપોર્ટ મળતો નથી. પછી જ્યારે તમને સપોર્ટની જરૂર હશે ત્યારે તે પીછેહટ કરી લેશે. 

5. જો તમને લાગે છે કે તમે વાતચીત બંધ કરી સામેની વ્યક્તિને કંટ્રોલ કરી શકો છો તો એવું ન વિચારવું. તેનાથી વિરુદ્ધ એવું થઈ શકે છે કે જ સમજદારી અને જરૂરીયાત તમે પુરી નથી કરતા અને વાતચીત બંધ કરી દો છો તો તમારા સાથીના જીવનમાં તમારી જગ્યા અન્ય કોઈ લઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news