Relationship Tips: રિલેશનશીપમાં જાનુ.. જાનુ... કહીને આવી રમતો રમી જાય છે યુવકો, તમારી સાથે તો નથી થઈ રહ્યુંને આવું ?

Relationship Tips: ક્યારેક યુવક એટલો પ્રેમ દેખાડે છે કે લાગે કે તેનાથી વધારે પ્રેમ તમને દુનિયામાં કોઈ નથી કરતું. અને બીજી સેકન્ડે તે જાણે તમને ઓળખતો પણ ન હોય તેવું વર્તન કરે. આ એક પ્રકારની રમત છે જે યુવકો રિલેશનશીપમાં રમે છે. 

Trending Photos

Relationship Tips: રિલેશનશીપમાં જાનુ.. જાનુ... કહીને આવી રમતો રમી જાય છે યુવકો, તમારી સાથે તો નથી થઈ રહ્યુંને આવું ?

Relationship Tips: કોઈપણ સંબંધમાં બે વ્યક્તિની બરાબરની ભાગીદારી હોય છે. જો સંબંધની લાંબા સમય સુધી ટકાવી રાખવા હોય તો આ કામ બે વ્યક્તિએ સાથે મળીને કરવું પડે છે. જો કોઈ એક વ્યક્તિ સંબંધને જાળવી રાખવા શક્ય તમામ પ્રયત્ન કરે અને બીજી વ્યક્તિ તેને દગો કરે તો આવી સ્થિતિમાં સંબંધ લાંબો સમય ચાલતો નથી. ઘણીવાર એવું જોવા મળે છે કે યુવકો યુવતીઓને લઈને સિરિયસ હોતા નથી તેઓ ફક્ત ટાઇમપાસ માટે રિલેશન રાખે છે. તેનાથી વિરુદ્ધ યુવતી તે સંબંધમાં પોતાનું ફ્યુચર પણ જોવા લાગે છે તે પોતાના પાર્ટનર પાસેથી અલગ અલગ અપેક્ષાઓ પણ રાખે છે. પરંતુ યુવકો જો સિરિયસ ન હોય તો તે રિલેશનશિપમાં પણ રમત રમી જાય છે. આવી સ્થિતિમાં યુવતીઓની લાગણી દુભાય છે. તો અહીં પ્રશ્ન એ ઉભો થાય કે યુવક રિલેશનશિપમાં સિરિયસ છે કે તે રમત રમી રહ્યો છે તે કેવી રીતે જાણવું.?

કોઈપણ યુવક જો રિલેશનશિપને લઈને સિરિયસ ન હોય અને તે ફક્ત ટાઈમપાસ કરતો હોય તો તે તો પોતાની પાર્ટનર સાથે ચાર મેન્ટલ ગેમ રમે છે. આ ચાર પ્રકારના વર્તન કરીને તે યુવતીઓની લાગણી સાથે રમત કરતો હોય છે. જો કોઈપણ યુવતી સાથે આ ચાર પ્રકારની રમત થઈ રહી હોય તો તેણે શરૂઆતમાં જ ચેતી જવું જોઈએ. 

હોટ એન્ડ કોલ્ડ રિલેશન 

રિલેશનશિપમાં ટાઇમપાસ કરતી વખતે મોટાભાગે યુવકો આવું બિહેવિયર કરે છે. હોટ એન્ડ કોલ્ડ એટલે કે જ્યારે યુવકને મજા આવે ત્યારે તે બહુ સારી રીતે રહે છે અને જ્યારે તે રિલેશનશિપથી કંટાળે ત્યારે વિચિત્ર વ્યવહાર કરવા લાગે છે. ક્યારેક યુવક એટલો પ્રેમ દેખાડે છે કે લાગે કે તેનાથી વધારે પ્રેમ તમને દુનિયામાં કોઈ નથી કરતું. અને બીજી સેકન્ડે તે જાણે તમને ઓળખતો પણ ન હોય તેવું વર્તન કરે. જો આવું વર્તન વારંવાર થતું હોય તો યુવતીઓએ સંભાળીને આગળ વધવું જોઈએ. 

ઈર્ષાની લાગણી 

ઘણા યુવકો યુવતીઓ સાથે જેલસી ગેમ રમે છે. આવું કરવામાં તેમને મજા આવતી હોય છે. ઘણી વખત યુવક પોતાની સાથે કામ કરતી કે અન્ય સ્ત્રી મિત્રનું વધારે ધ્યાન રાખે છે અને તમને તેની ઈર્ષા કરાવે છે. તમને ઈર્ષા કરતા જોઈને તેને મજા આવે છે. આ એક પ્રકારનું મેન્યુપેલેટીવ બિહેવિયર હોય છે. આવું કરીને તે પોતાની મરજી ચલાવવા લાગે છે અને યુવતી પાસે ધાર્યું કામ કરાવે છે. 

છુમંતર થઈ જવું 

યુવક જ્યારે રિલેશનશિપમાં ટાઇમપાસ કરે છે તો તે સંબંધમાં વચ્ચે અચાનક ગાયબ થઈ જાય છે. બોલવા ચાલવાનું બંધ કરી દે છે અને કોમ્યુનિકેશન પણ બંધ કરી દે છે. પછી જ્યારે તેને જરૂર પડે છે ત્યારે અચાનકથી પ્રગટ થઈ જાય છે અને પેચઅપ કરવા પ્રયત્ન કરવા લાગે છે. જો કોઈપણ યુવતી સાથે વારંવાર આવું થતું હોય તો તેણે આવા યુવકથી દુરી બનાવી લેવી જોઈએ. કારણ કે આવા યુવકો યુવતીઓનો ફક્ત ઉપયોગ જ કરતા હોય છે. 

મિક્સ્ડ બિહેવિયર 

યુવકો જ્યારે મિશ્રિત ભાવનાઓ દેખાડે તો સમજી લેજો કે તે શ્યોર નથી. જેમ કે યુવકનું બોલવાનું અને કરવાનું અલગ અલગ હોય તો તે શ્યોર ન હોય ત્યારે જ આવું વર્તન કરે છે. જો તે એક સંબંધને લઈને કમિટેડ હશે તો આવી હરકત ક્યારેય નહીં કરે. આવી હરકતો ત્યારે થાય છે જ્યારે સંબંધમાં શંકા હોય અથવા તો યુવક શ્યોર ન હોય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news