Boyfriend On Rent: આ દેશમાં યુવતીઓ ઘર અને વસ્તુની જેમ બોયફ્રેન્ડને રાખે ભાડે, કારણ જાણીને આશ્ચર્ય થશે
Boyfriend On Rent: આજ સુધી તમે સાંભળ્યું હશે કે ઘર ભાડે રાખ્યું હોય, વાહન ભાડે રાખ્યું હોય ત્યાં સુધી કે કપડા પણ ભાડે રાખવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે એક દેશ છે જ્યાં યુવતીઓ બોયફ્રેન્ડ પણ ભાડે રાખે છે? ચાલો તમને આ દેશ અને અહીંના આ વિચિત્ર ટ્રેન્ડ વિશે જણાવીએ.
Boyfriend On Rent: કાર, સ્કુટી, કપડા સહિતની વસ્તુઓ ભાડે રાખવાની વાત વિશે તો તમે પણ જાણતા હશો. લોકો પોતાની જરૂરિયાત અનુસાર આવી વસ્તુઓ ભાડે રાખતા હોય છે. પરંતુ એશિયામાં એક એવો દેશ છે જ્યાં યુવતીઓ બોયફ્રેન્ડ ભાડે રાખી રહી છે. આ દેશ છે વિયતનામ. વિયતનામમાં જુવાન યુવતીઓ બોયફ્રેન્ડ ભાડે રાખે છે. આશ્ચર્યની વાત એ છે કે દેશમાં આ ચલણથી વધી રહ્યું છે. તો ચાલો તમને પણ જણાવીએ કે એવું કયું કારણ છે જેના લીધે વિયતનામની યુવતીઓ ટેમ્પરરી બોયફ્રેન્ડ ભાડે રાખે છે.
આ પણ વાંચો: સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
શા માટે યુવતીઓ ભાડે રાખે છે બોયફ્રેન્ડ ?
ઘણા દેશ એવા છે જ્યાં બાળકો જુવાન થવા લાગે એટલે માતા-પિતા તેમના પાર્ટનરને લઈને ચિંતામાં રહેતા હોય છે. ઘણા માતા પિતા બાળકો પર પ્રેશર પણ કરે છે. વિયતનામમાં પણ આવી જ સ્થિતિ છે. જેના કારણે વિયતનામમાં એવી સ્થિતિ સર્જાય છે કે યુવતીઓ પોતાના માટે બોયફ્રેન્ડ હાયર કરવા લાગી છે. વિયતનામમાં મહિલાઓ પોતાના માટે ફેક બોયફ્રેન્ડ હાયર કરે છે. આ બોયફ્રેન્ડને તે પોતાના પાર્ટનર તરીકે અલગ અલગ ઇવેન્ટ અને ફંકશનમાં સાથે લઈ જાય છે અને પરિવારને તેમજ સંબંધિઓને બોયફ્રેન્ડ તરીકે મળાવે છે. આમ કરવાનું કારણ એ છે કે યુવતી પર પરિવારના લોકો પાર્ટનર માટે પ્રેશર ન કરે. બોયફ્રેન્ડ ભાડે રાખવાનું કામ સૌથી વધારે એ મહિલાઓ કરે છે જેમના લગ્ન થયા ન હોય.
આ પણ વાંચો: રોમાંસ કરતી વખતે કરેલી આ ભુલ મૂડ કરે છે ખરાબ, પાર્ટનર થઈ શકે છે નારાજ
બોયફ્રેન્ડ ભાડે રાખવાની પણ હોય છે પ્રોસેસ
આ પ્રોસેસમાં મહિલા બોયફ્રેન્ડ તરીકે એક પુરુષને પોતાના સાથે કામે રાખે છે. આ રેન્ટેડ પાર્ટનર સમાજમાં યુવતીના પાર્ટનર તરીકે લોકો સાથે મળે છે. હાયર કરેલા યુવકો પરિવારના લોકોને પ્રભાવિત કરવાની સાથે યુવતીના ઘરના કામોમાં પણ મદદ કરે છે. બોયફ્રેન્ડ ભાડે રાખનાર એક ત્રીસ વર્ષની મહિલાનું કહેવું છે કે તેણે સમાજને દેખાડવા માટે એક પુરુષને ભાડે રાખ્યો છે. તે સમાજમાં તેના બોયફ્રેન્ડ તરીકે સાથે આવે છે અને સાથે જ તેને બધી જ અપેક્ષાને પૂરી કરે છે. બોયફ્રેન્ડ ભાડે રાખવાથી તેની સ્થિતિ વધારે આરામદાયક બની ગઈ છે.
આ પણ વાંચો: Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
બોયફ્રેન્ડ ભાડે રાખવાનો ટ્રેન્ડ ઘણા માટે બિઝનેસ બનતો જાય છે. વિયતનામના કેટલાક પુરુષો માટે આ એક સારી કમાણી કરવાની તક બની ગઈ છે. 25 વર્ષના યુવકો પણ ફેક બોયફ્રેન્ડ તરીકે નોકરી કરવાનું શરૂ કરી દેતા હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)