Emotional Affair: દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તે ભાંગી પડે છે અને તેને કોઈ વ્યક્તિના સાથ અને સહકારની જરૂર હોય. મોટાભાગના લોકોને આ સાથ સહકાર જીવનસાથી તરફથી મળી જતો હોય છે. પરંતુ જ્યારે જીવનસાથી સિવાય અન્ય કોઈ વ્યક્તિ ઈમોશનલી એકલતા અનુભવતા વ્યક્તિને સપોર્ટ કરવા લાગે તો તેની સાથે તે વ્યક્તિનું ઈમોશનલ અફેર શરૂ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 40 વર્ષની ઉંમરે પણ લગ્નજીવનમાં રહેશે લગ્નના પહેલા વર્ષ જેવો રોમાંચ, ફોલો કરો આ ટીપ્સ


ત્યાર પછી તે વ્યક્તિ આનંદની અનુભૂતિ કરવા માટે બહારની વ્યક્તિની વધુને વધુ નજીક આવવા લાગે છે. ભાવનાત્મક રીતે કોઈ વ્યક્તિ સાથે પરણિત વ્યક્તિ જોડાઈ જાય તો તેની સાથે તેનું ઈમોશનલ અફેર ગણાય છે. હકીકતમાં તે વ્યક્તિ સંબંધોથી તેની સાથે જોડાયેલી હોતી નથી પરંતુ ઈમોશનલી તેને તે વ્યક્તિ વિના ચાલતું નથી. આવા વ્યક્તિને લોકો સૌથી વધુ મહત્વ આપવા લાગે છે. આ પ્રકારના ઈમોશનલ અફેર સુખી લગ્નજીવનને બરબાદ કરી શકે છે કારણ કે આવા અફેર પણ ચીટીંગથી કમ નથી. 


આ પણ વાંચો: Open Marriage: ઓપન મેરેજ એટલે શું ? જાણી લો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમ વિશે


ઈમોશનલ અફેરમાં શું થાય ? 


ઈમોશનલ અફેર એટલે કે કોઈ વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જવું. જ્યારે કોઈ વ્યક્તિ તે વ્યક્તિની નજીક હોય છે ત્યારે ખુશીનો અનુભવ કરે છે. ઈમોશનલ અફેરમાં જરૂરી નથી કે બે લોકો શારીરિક સંબંધો પણ રાખે. ઈમોશનલ અફેરમાં વ્યક્તિ પોતાના પાર્ટનરને પોતાની દિનચર્યાની નાનામાં નાની વાત પણ જણાવવા માંગે છે અને તેની સાથે વાત કરવા માટે સતત ઉત્સાહમાં રહે છે. 


આ પણ વાંચો: બોલીવુડના આ 5 હીરોની પત્નીઓએ સ્વીકાર્યા તેમના અફેર, લફરાંની ખબર પડ્યા પછી આપ્યો સાથ


ઈમોશનલ અફેરની લગ્નજીવન પર અસર 


જ્યારે કોઈ પરણિત વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે તો તેની અસર તેના લગ્નજીવન પર પણ થવા લાગે છે. ઈમોશનલ અફેર વ્યક્તિ પોતાના જીવનસાથીને બદલે અન્ય વ્યક્તિને વધારે મહત્વ આપવા લાગે છે. જે વાતો અત્યારે જીવનસાથી સાથે શેર કરવી જોઈએ તે વાતો ત્રીજી વ્યક્તિ સાથે શેર થવા લાગે છે. આ પ્રકારના સંબંધોમાં પોતાના જીવનસાથીથી વ્યક્તિ અલગ થવા લાગે છે. જેને પણ એક પ્રકારનું ચીટીંગ જ ગણવામાં આવે છે ઘણા કિસ્સામાં તો આ પ્રકારના અસરના કારણે લગ્નજીવન તૂટી પણ જતા હોય છે. 


આ પણ વાંચો: પત્ની સુંદર હોય તો પણ પરિણીત પુરુષો બીજાની પત્ની પર શા માટે લટ્ટુ હોય ? જાણો કારણ


ઈમોશનલ અફેરમાંથી કેવી રીતે બહાર આવવું ?


જો તમને એવું લાગવા લાગ્યું છે કે તમે કોઈ વ્યક્તિ સાથે હદ કરતા વધારે જોડાઈ રહ્યા છો તો તુરંત જ આ ફેરફાર શરૂ કરી દો. 


- તે વ્યક્તિ સાથે સંપર્ક ખતમ કરી દો અને તેનાથી દૂર રહેવાની શરૂઆત કરો. 


- એવા સમયે વિશે વિચારો જ્યારે તમે તમારા પાર્ટનર સાથે કે પરિવાર સાથે ખુશ રહેતા હતા. 


આ પણ વાંચો: આ ઉંમરની છોકરીઓનું દિલ વારંવાર મચલે, રિલેશનશીપમાં હોવા છતાં બહાર મારે ફાંફાં..


- પોતાના પરિવારના સભ્યો અને પાર્ટનર સાથે વધુમાં વધુ સમય પસાર કરો અને તેમની સાથે વાતો કરો. 


- તમારી સાથે જે પણ થયું છે તેના વિશે પાર્ટનર સાથે ખુલીને વાત કરો. સાથે ચર્ચા કરી લેવાથી તમારા લગ્નજીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિને આવવાની તક નહીં મળે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)