Guest Etiquette: કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો આવું રાખવું વર્તન, નહીં તો બની જશો અણગમતા મહેમાન
Guest Etiquette:કેટલાક મહેમાન એવા હોય છે જે ઘરે આવે તો ઘરના લોકો દિવસો ગણે છે કે મહેમાન ક્યારે જાશે. આવું તમારી સાથે ન થાય તે માટે જ્યારે તમે કોઈના ઘરે મહેમાન બનીને જાવ તો કેટલાક શિષ્ટાચાર વિશે તમને ખબર હોવી જોઈએ. મહેમાન બનીને પણ આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે મહેમાન બનીને આ વાતનું ધ્યાન રાખશો તો લોકો તમને સામેથી વારંવાર બોલાવશે.
Guest Etiquette: આપણા દેશમાં મહેમાનને ભગવાન ગણવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ કોઈના ઘરે મહેમાન બનીને જાય તો તેનો સત્કાર કરવામાં આવે છે. મહેમાનની આગતા સ્વાગતા કરવામાં આખું ઘર લાગી જાય છે. પરંતુ તેની સાથે મહેમાનની પણ કેટલીક જવાબદારી પણ હોય છે. જેના ઘરે મહેમાન બનીને જવાનું થાય તેમની સાથે સન્માનપૂર્વકનો વ્યવહાર કરવો પણ જરૂરી છે.
કેટલાક મહેમાન એવા હોય છે જે ઘરે આવે તો ઘરના લોકો દિવસો ગણે છે કે મહેમાન ક્યારે જાશે. આવું તમારી સાથે ન થાય તે માટે જ્યારે તમે કોઈના ઘરે મહેમાન બનીને જાવ તો કેટલાક શિષ્ટાચાર વિશે તમને ખબર હોવી જોઈએ. મહેમાન બનીને પણ આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે મહેમાન બનીને આ વાતનું ધ્યાન રાખશો તો લોકો તમને સામેથી વારંવાર બોલાવશે.
આ પણ વાંચો: આ 4 વાતો પતિ-પત્નીના સંબંધોમાં વધારે છે અંતર, ચોથી ભુલ તો ક્યારેય ન કરવી
1. જ્યારે પણ તમે કોઈને મળવા જાઓ કે કોઈના ઘરે રોકાવા જાઓ તો ખાલી હાથ ન જવું. જેના ઘરે જાઓ છો તેમના માટે ગિફ્ટ લઈને જવું જોઈએ. જરૂરી નથી કે ગિફ્ટ મોંઘી જ હોય તમે ફળ, મીઠાઈ, ઘરના બાળકો માટે વસ્તુઓ કે ઘરની સજાવટનો સામાન પણ લઈ જઈ શકો છો.
આ પણ વાંચો: Relationship Tips: સાવ નજીકનું માણસ હોય તો પણ આ બાબતો પર ન ટોકવા ક્યારેય
2. કોઈના ઘરે જવાનું હોય તો સૌથી પહેલો શિષ્ટાચાર એ હોય છે કે તમે તેમને ફોન કરીને પૂછો કે તેઓ આ તારીખોમાં ફ્રી છે કે નહીં તમે તેમના ઘરે આવવા માંગો છો. કોઈને જાણ કર્યા વિના તેના ઘરે પહોંચી જવું તેમના માટે અસુવિધાજનક પણ બની શકે છે. જો તમે પહેલાથી જાણ કરીને જશો તો હોસ્ટ પણ તમારા સ્વાગત માટેની તૈયારીઓ કરશે અને તમારા માટે સમય પણ કાઢી શકશે.
આ પણ વાંચો: લાઈફ પાર્ટનરને પસંદ નથી હોતી આ આદતો, લગ્ન પછી ખુશ રહેવું હોય તો તુરંત છોડી દેજો
3. કોઈના ઘરે જાવ તો પોતાના નિયમ અને આદતો પ્રમાણે રહેવાને બદલે તેમના પરિવારમાં જે રીતે લોકો રહેતા હોય તે રીતે સેટ થઈને રહો. જેમકે ઘણા ઘરમાં લોકો ચપ્પલ પહેરતા નથી. તેવામાં જો તમે તેમના ઘરે મહેમાન બનીને જાઓ તો તમે પણ તમારી આદત થોડા દિવસ માટે બદલો. જો કોઈના ઘરે જઈને પણ તમે તમારી આદતો નહીં છોડો તો જેના ઘરે ગયા હશો તેમને સારું નહીં લાગે.
4. જો તમે કોઈના ઘરે થોડા દિવસ રોકાવાનો પ્લાન બનાવીને જાઓ છો તો પોતાની જરૂરિયાતની વસ્તુઓ પોતાની સાથે રાખવી. મહેમાન બનીને જાઓ તો બધી જ વસ્તુઓ હોસ્ટ પાસેથી માંગવી યોગ્ય નથી.
આ પણ વાંચો: Unhappy Marriage: લગ્નજીવન આ સ્થિતિ સુધી પહોંચી ગયું હોય તો અલગ થઈ જવામાં જ હોય ભલાઈ
5. જેના ઘરે તમે રોકાઓ છો તેને રોજના કામમાં મદદ પણ કરવી જોઈએ. જો તમે હોસ્ટ અને તેના કામમાં મદદ કરશો તો તેના પર તમે ભાર પણ નહીં બનો અને તેને તમારી સાથે રહેવાની મજા પણ આવશે.
6. જ્યારે તમે કોઈના ઘરે જાઓ છો તો સફાઈનું પણ ધ્યાન રાખો. ખાસ તો બાથરૂમ અને રસોડાનો ઉપયોગ કરો તો તેને ગંદુ છોડી ન દો. સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો
7. જ્યારે તમે કોઈના ઘરેથી પરત ફરો છો તો જેની મહેમાનગતિ માણી હોય તેનો આભાર વ્યક્ત કરો અને જણાવો કે તમને કેટલું સારું લાગ્યું.