Sonakshi Zaheer Iqbal Wedding: સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો

Sonakshi Zaheer Iqbal Wedding: તાજેતરમાં જ સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા. બોલીવુડના આ લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા. કારણકે બંને અલગ અલગ ધર્મના છે. કોઈપણ ધર્મના રીતે રિવાજ પ્રમાણે નહીં પરંતુ કોર્ટમાં સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કર્યા છે. સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાની સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ પણ ચર્ચામાં આવ્યો છે. 

Sonakshi Zaheer Iqbal Wedding: સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે  કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો

Sonakshi Zaheer Iqbal Wedding: બોલીવુડની વધુ એક અભિનેત્રીએ લગ્ન કર્યા છે. તાજેતરમાં જ સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા. બોલીવુડના આ લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા. કારણકે બંને અલગ અલગ ધર્મના છે. કોઈપણ ધર્મના રીતે રિવાજ પ્રમાણે નહીં પરંતુ કોર્ટમાં સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કર્યા છે. સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાની સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ પણ ચર્ચામાં આવ્યો છે. આ કાયદો એવા લોકો માટે છે જેવો પોતાની પસંદથી અન્ય ધર્મ કે જાતિના વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. આવા લોકો સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરી શકે છે. 

શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ? 

સ્પેશિયલ મેરેજ એક્ટ ભારતમાં એ લોકોને લગ્ન કરવાનો કાયદાકીય અધિકાર આપે છે જે પોતાના જીવનસાથી પોતે પસંદ કરવા માંગે છે. આ જીવનસાથી અન્ય ધર્મના કે તેની જાતિથી અલગ પણ હોઈ શકે છે. આ અધિનિયમ આંતર ધાર્મિક કે આંતરજાતિય વિવાહને કાયદાકીય માન્યતા પ્રદાન કરે છે. 

શા માટે સોનાક્ષી સિંહાએ કર્યા રીતે લગ્ન? 

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ એકબીજાને સાત વર્ષથી ડેટ કરતા હતા જ્યારે તેમના લગ્નની વાત આવી તો તેમના ધર્મને લઈને ચર્ચા અને વિરોધ થવા લાગ્યો. લગ્નની વાત પર સતત પ્રશ્ન થઈ રહ્યા હતા કે લગ્ન પછી સોનાક્ષી સિંહા ધર્મ બદલશે ? આ બધા જ પ્રશ્નો પર પૂર્ણવિરામ મૂકીને સોનાક્ષી અને ઝહીર ઈકબાલ સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કરી લીધા. જેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે સોનાક્ષી સિંહા લગ્ન પછી ધર્મ નહીં બદલે. 

સ્પેશિયલ મેરેજ એક્ટ 

આ અધિનિયમ અંતર્ગત કોઈપણ વ્યક્તિ કોઈપણ ધર્મ કે જાતિના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. લગ્ન કરવાની તેમને સ્વતંત્રતા મળે છે. આ લગ્નમાં કાયદાકીય પ્રક્રિયા સરળ અને એક સમાન હોય છે. તેમાં લગ્ન માટે ધર્મ પરિવર્તન પણ ફરજિયાત હોતું નથી. જરૂરી એ છે કે લગ્ન કરનાર યુવકની ઉંમર 21 વર્ષથી વધુ અને યુવતીની ઉંમર 18 વર્ષથી વધુની હોય. આ લગ્ન કરતા પહેલા 30 દિવસની નોટિસ આપી અનિવાર્ય છે. 

સ્પેશિયલ મેરેજ એક્ટનું મહત્વ  

આ અધિનિયમ જાતિ અને ધર્મના આધારે થતા ભેદભાવને ઘટાડવામાં મદદ કરે છે. આ કાયદો સામાજિક સદભાવ વધારે છે. આ કાયદા અંતર્ગત કોઈપણ વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે. આ કાયદા અંતર્ગત લગ્ન કરનાર કપલને બધા જ કાયદાકીય અધિકારો પ્રાપ્ત થાય છે. તેમાં ધાર્મિક અનુષ્ઠાનોની જરૂર હોતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news