How To Choose Life Partner: જિંદગીનો સૌથી મોટો અને મહત્વનો નિર્ણય હોય છે જીવનસાથીની પસંદગી. કારણ કે તે વ્યક્તિ સાથે આખું જીવન જીવવાનું હોય છે. તેવામાં જો ઉતાવળમાં ખોટો નિર્ણય લઈ લેવામાં આવે તો જીવન બરબાદ પણ થાય છે અને માનસિક સ્થિતિ પણ પ્રભાવિત થાય છે. તેથી જીવનસાથીની પસંદગી કરતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. આ બાબતોને ધ્યાનમાં લઈને જ જીવન સાથે પસંદ કરવાનો મહત્વનો નિર્ણય લેવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: લવ મેરેજ માટે માતા-પિતાને મનાવવા હોય તો અપનાવો આ રીતો, 100 ટકા હા કહી દેશે


કોઈપણ વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરવાનો મતલબ હોય છે કે તમે આખું જીવન તેની સાથે ફિઝિકલી, મેન્ટલી અને ઈમોશનલી કનેક્ટ થઈને રહેવાના છો. તેના વર્તનમાં થોડો પણ ફેરફાર આવે તો વ્યક્તિને મેન્ટલ હેલ્થ પર અસર થવા લાગે છે. તેથી જીવનસાથીને હંમેશા સમજી વિચારીને પસંદ કરવો જોઈએ. યુવક હોય કે યુવતી તેજ લગ્ન માટે જીવનસાથી પસંદ કરે ત્યારે નીચે દર્શાવેલી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. 


આ પણ વાંચો: 30 વર્ષ પછી લગ્ન કરનાર રહે છે ફાયદામાં, લેટ મેરેજ કરવાથી થતા લાભ વિશે જાણી લો ફટાફટ


ફાઇનાન્સિયલ સ્ટેટ્સને મહત્વ ન આપો 


ઘણા લોકો ફાઈનાન્સિયલ સ્ટેટ્સને ધ્યાનમાં રાખીને પોતાના પાર્ટનરને પસંદ કરે છે. જેના કારણે લોકો ખોટા વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરી લે છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી વ્યક્તિને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. તેથી કોઈપણ ઈચ્છા કે દબાવના કારણે જીવનસાથીની પસંદગી કરવી નહીં. 


આ પણ વાંચો: Relationship: પરિણીત પુરુષે ક્યારેય ન કરવા આ 5 કામ, પતિની આ હરકતોથી પત્નીનો પારો


જેની પાસે સમય ન હોય 


ઉતાવળમાં લગ્નનો નિર્ણય કરવાથી આવી ભૂલ થઈ જતી હોય છે. જે વ્યક્તિ પોતાના સંબંધ માટે પણ સમય કાઢતી ન હોય તેને લગ્ન માટે પસંદ કરવી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જીવનસાથી પસંદ કરવા માટે કોઈ વ્યક્તિને મળતા હોય ત્યારે એ વાતને ધ્યાનમાં લેવી જોઈએ કે તે તમને કેટલો સમય આપે છે. 


આ પણ વાંચો: જાનુ.. જાનુ... કહીને આવી રમતો રમી જાય છે યુવકો, તમારી સાથે તો નથી થઈ રહ્યુંને આવું ?


રેડ ફ્લેગને ધ્યાનમાં રાખો 


લગ્નની વાત આવે તો દીકરા અને દીકરીને સમજાવવામાં આવે છે કે કેટલીક વાતમાં તો બાંધછોડ કરવી પડે. જેના કારણે સામે દેખાતા રેડ ફ્લેટને પણ નજરઅંદાજ કરી દેવામાં આવે છે. આવી ભૂલ નુકસાનકારક સાબિત થાય છે.. જો તમને તમારા પાર્ટનરની કોઈ વસ્તુ પરેશાન કરે છે તો તેને નજર અંદાજ કરવાને બદલે ખુલીને વાત કરી લો ત્યાર પછી જ નિર્ણય કરવો. 


આ પણ વાંચો: Relationship Tips: છોકરીઓને છોકરાના શરીરના કયા અંગો સૌથી વધુ આકર્ષક લાગે ?


વિશ્વાસ ન હોવો 


જો તમે લગ્ન માટે કોઈને મળી રહ્યા છો અને તમે થોડા દિવસની મુલાકાતમાં અનુભવો છો કે તે વ્યક્તિ તરફથી તમને સપોર્ટ કે વિશ્વાસ નથી મળી રહ્યો તો તેની સાથે આગળ વધતા પહેલા વિચાર કરી લેવો.. વિશ્વાસ અને સપોર્ટનો અભાવ ભવિષ્યમાં ઝઘડા નું કારણ બની શકે છે.. તેથી જે વ્યક્તિ સપોર્ટ કરતી હોય અને તમારા પર વિશ્વાસ કરતી હોય તેને જ જીવનસાથી તરીકે પસંદ કરો. 


આ પણ વાંચો: લગ્ન પછી પુરુષોને બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો શા માટે ગમે? આ કારણોથી વધે આકર્ષણ


પોતાના અનુભવને નજર અંદાજ ન કરો 


જ્યારે પણ તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો છો કે તેની સાથે થોડો સમય પસાર કરો છો તો તેના વર્તન અને વાણીથી તમને ઈશારા મળવા લાગે છે. જો તમે કોઈ સાથે હોવ ત્યારે અસહજ અનુભવો છો અને તમને સારું નથી લાગતું તો આ ફીલિંગને જરા પણ નજર અંદાજ ન કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)