Relationship Tips: નવા નવા લગ્ન થયા હોય ત્યારે તો પતિ-પત્ની એકબીજાના પ્રેમમાં તરબોળ જોવા મળે છે. દિવસ રાત એકબીજાની સાથે રહેવાના જ વિચાર મનમાં હોય છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ જવાબદારી વધે છે, પરિવાર મોટો થાય છે અને પછી પતિ પત્ની પોતાની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. આવું સામાન્ય રીતે લગ્નના 10 વર્ષ પછી થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Open Marriage: ઓપન મેરેજ એટલે શું ? જાણી લો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમ વિશે


લગ્નના વર્ષો પછી ઉંમર પણ જ્યારે 40 આસપાસ હોય ત્યારે પણ પ્રેમની જરૂરીયાત તો એટલી જ હોય છે. આ ઉંમરે પ્રેમ ન મળવાથી કપલ વચ્ચે સમસ્યાઓ પણ થવા લાગે છે. આ સમયે એવું નથી હોતું કે કપલને એકબીજા માટે પ્રેમ નથી હોતો. બસ તમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે સંબંધોમાં પહેલા જેવો રોમાંસ કેવી રીતે પાછો લાવવો... તો આજે તમને 4 એવી ટીપ્સ વિશે જણાવીએ જે તમારા સંબંધોને 40 વર્ષે પણ તરોતાજા કરી દેશે.


આ પણ વાંચો: Relationship: શા માટે મહિલાઓ પોતાનાથી અડધી ઉંમરના છોકરા તરફ આકર્ષિત થાય ? જાણો કારણ


સરપ્રાઈઝ આપો


પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપીને તમે તેને ખુશ કરી શકો છો. સરપ્રાઈઝ માટે બહાર જ જવું પડે તેમ નથી. તમે પાર્ટનર સાથે એકલામાં સમય પસાર કરી, તેના માટે ઘરે જ કેન્ડલ લાઈટ ડેટ પ્લાન કરીને પહેલા જેવો માહોલ બનાવી શકો છો. 


સાથે સમય પસાર કરો


કપલ પોતાની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે એટલે તેઓ એકબીજાને સમય આપી શકતા નથી. આ સ્થિતિમાં સપ્તાહમાં એક દિવસ એવો રાખો જ્યારે તમે બધું જ કામ છોડીને પાર્ટનર સાથે જ સમય પસાર કરો, તેની જ વાતો સાંભળો. 


આ પણ વાંચો: બોલીવુડના આ 5 હીરોની પત્નીઓએ સ્વીકાર્યા તેમના અફેર, લફરાંની ખબર પડ્યા પછી આપ્યો સાથ


પ્રેમની અનુભૂતિ


લગ્નના વર્ષો પછી કપલને આઈ લવ યુ એવો સામાન્ય શબ્દ કહેવામાં પણ સંકોચ થાય છે. પરંતુ આ વાત કરવી જરૂરી છે. તેનાથી તમારા પાર્ટનરને અનુભૂતિ થશે કે તમારા મનમાં આજે પણ તેના માટે અઢળક પ્રેમ છે. 


વખાણ કરો


કોઈ દિવસ સમય કાઢી પોતાના પાર્ટનર સાથે બેસી તેના વખાણ કરો. વખાણ ફક્ત સુંદરતા, રસોઈ કે સ્માર્ટનેસના જ થાય એવું નથી. તમે તેની હિંમત, તેનું વર્તન, વ્યવહાર અને કામની આવડતના વખાણ પણ કરી શકો છો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)