Relationship Tips: જ્યારે લગ્નને થોડા વર્ષ થઈ જાય છે તો કપલની લાઈફ પણ રૂટીન થઈ જાય છે. જ્યારે લગ્નજીવન નવું નવું હોય છે ત્યારે કપલ્સ વચ્ચે રોમાન્સ પણ વધારે હોય છે અને ફિઝિકલ ઈન્ટીમસીની કેમેસ્ટ્રી પણ જોરદાર હોય છે. પરંતુ સમયની સાથે પતિ અને પત્ની પોતાની દુનિયામાં અને કામોમાં વ્યસ્ત થવા લાગે છે જેના કારણે તેમને પોતાના અંગત જીવન માટે સમય મળતો નથી. ખાસ કરીને પત્ની પોતાના પતિ, પરિવાર, ઘર, બાળકો અને ઓફિસના કામો વચ્ચે એટલી બધી વ્યસ્ત થઈ જાય છે કે તે પોતાના માટે પણ સમય કાઢતી નથી. જેના કારણે પતિનું પત્ની તરફનું એટ્રેક્શન અને રોમાન્સ ગાયબ થઈ જાય છે. આ બાબતોના કારણે ઘણા કપલ્સ વચ્ચે સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. આવી સમસ્યા ન થાય તે માટે અને લગ્નના વર્ષો પછી ફરીથી પતિને પોતાના પ્રેમમાં ગળાડૂબ કરવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બોરિંગ થયેલા લગ્નજીવનમાં રોમાન્સનો તડકો લગાવી દેશે આ ટીપ્સ, દરેક કપલે કરવી જોઈએ ફોલો


પોતાને બનાવો સ્ટાઇલિશ


સૌથી પહેલા તો પોતાના ગ્રુમીંગ પર ધ્યાન આપો. દરેક કામને મેનેજ કરવાની સાથે પોતાના માટે પણ સમય કાઢો. સમયની સાથે પોતાના લુકસમાં ફેરફાર કરો અને સ્ટાઇલિશ બનો. પતિનું ધ્યાન આકર્ષિત કરવા માટે પતિની પસંદના કપડા પહેરો અને લૂકને એનહાન્સ કરો. ઘરમાં પણ સારા કપડાં પહેરી તૈયાર થઈને રહેવાનું રાખો આમ કરવાથી પતિનું તમારા તરફનું આકર્ષણ વધશે.


સ્વાસ્થ્યનું ધ્યાન રાખો


જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો જ તમે તમારા પતિ અને પરિવારના સભ્યોને પણ સારી રીતે સાચવી શકશો. જો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો વારંવાર બીમાર પડી જવાય છે તેના કારણે તમારા પતિ પણ તમારાથી દૂર રહેવા લાગે છે. આવું ન થાય તે માટે સૌથી પહેલા પોતાની ફિટનેસ અને હેલ્થનું ધ્યાન રાખવાની શરૂઆત કરો. 


આ પણ વાંચો: ઝઘડા પછી ફિઝિકલ થવું સૌથી વધુ હોટ, ઝઘડા પછી પાર્ટનર સાથે ટ્રાય કરો આ ટ્રિક્સ


પતિની પસંદનું ભોજન બનાવો


પુરુષના દિલનો રસ્તો તેના પેટથી થઈને જાય છે. જો પતિને ખુશ કરવો હોય તો તેનો રસ્તો છે કે તેની ફેવરિટ ડીશ બનાવીને તેને ખવડાવો. જો તમારા પતિને પણ કુકિંગનો શોખ હોય તો તમે બંને સાથે મળીને પણ સ્પેશિયલ ડીશ તૈયાર કરી શકો છો. તેનાથી પતિ ખુશ પણ થશે અને તમારા વચ્ચેનું બોડિંગ પણ મજબૂત થશે.


પોતાની લાગણીને વ્યક્ત કરો


ઘણા કપલ્સ પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે એકબીજા માટે જે લાગણી હોય છે તેને વ્યક્ત પણ કરી શકતા નથી. સમયની સાથે સંબંધ પણ મજબૂત થાય તે માટે જરૂરી છે કે તમે સમય સમયે તમારા પતિ કે પત્નીને જણાવતા રહો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. સમય કાઢી અને પતિની સાથે ચહેરા પર સ્માઈલ રાખીને બેસો અને તેને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. ત્યારપછી તમારી સાથે બેસવા અને વાતો કરવા માટે પતિને ઉતાવળ રહેશે.


આ પણ વાંચો: બેડ પર ટ્રાય કરી શકો છો આ 7 પ્રકારની Kiss, ચોથા નંબરની કિસ પાર્ટનરને કરી દેશે ક્રેઝી


ડેટ નાઈટ પ્લાન કરો


જરૂરી નથી કે ડેટ નાઈટ ફક્ત પતિ જ પ્લાન કરે અને લગ્નની શરૂઆતના દિવસોમાં જ ડેટ પર જવાય. લગ્નને વર્ષો વીતી જાય પછી તમે તમારા પતિને ખુશ કરવા સરપ્રાઈઝ ડેટ નાઈટ પ્લાન કરી શકો છો. તમે ડેટ નાઈટ એવી જગ્યાએ પ્લાન કરી શકો છો જ્યાં તમારી જૂની યાદો તાજી થઈ શકે. 


બેડરૂમમાં પહેલ કરો


લગ્નના વર્ષો થાય પછી કપલ્સની બેડરૂમ લાઇફ પણ બોરિંગ થવા લાગે છે. બોરિંગ થયેલી લાઇફમાં રોમાન્સનો તડકો એડ કરવો હોય તો બેડરૂમમાં ફિઝિકલ ઈન્ટીમસી માટે પહેલ તમે કરો. તમે પતિ સાથે ફોર પ્લે કરીને શરૂઆત કરી શકો છો. તેનાથી પતિની ઉત્તેજના પણ વધશે અને તમારું મહત્વ પણ.