Relationship Tips: અનંત-રાધિકા મિત્રમાંથી બનશે પતિ-પત્ની, જાણો મિત્રને લાઈફ પાર્ટનર બનાવવાના ફાયદા વિશે
Relationship Tips: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ નાનપણના મિત્રો છે. બંનેએ અલગ અલગ સ્કૂલ અને કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા તે પહેલાથી એકબીજાના સૌથી સારા મિત્ર હતા.
Relationship Tips: મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી પોતાની નાનપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંકશન ચાલશે. ત્રણ દિવસ ચાલનાર આ પ્રી વેડિંગ ફંકશનમાં દુનિયાભરની હસ્તીઓ હાજરી આપશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે.
આ પણ વાંચો: Aggressive Partner: વાતેવાત પર ગુસ્સે થઈ જતા પાર્ટનર સાથે રહેવું સરળ બનાવશે આ ટીપ્સ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ નાનપણના મિત્રો છે. બંનેએ અલગ અલગ સ્કૂલ અને કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા તે પહેલાથી એકબીજાના સૌથી સારા મિત્ર હતા. તેથી જ અનંત અંબાણીની સ્થૂળતાની સમસ્યા પછી પણ રાધિકા મર્ચન્ટે તેનો સાથ છોડ્યો નહીં. રિલેશનશીપ એક્સપર્ટ પણ જણાવે છે કે જ્યારે તમે ખાસ મિત્ર સાથે લગ્ન કરો છો તો તેના કેટલાક આવા જ ફાયદા પણ હોય છે.
મિત્ર સાથે લગ્ન કરવાના ફાયદા
આ પણ વાંચો: Relationship: ચીટિંગ કરતાં પકડાયેલા પાર્ટનર સાથે રહેવું પડે તેમ હોય તો ફોલો કરો Tips
- જ્યારે તમે પોતાના મિત્ર સાથે લગ્ન કરો છો ત્યારે તેની સામે ખોટો દેખાડો કરવો પડતો નથી.
- તમારા મિત્ર પહેલાથી જ તમારી સારી અને ખરાબ આદતોથી લઈને બધું જ જાણતા હોય છે તેથી તે તમને દિલથી સ્વીકારે છે.
- મિત્રો સાથે રહેવું સરળ હોય છે કારણ કે તેને તમારા વિશે બધી જ ખબર હોય છે. મિત્રો જાણે છે કે કઈ વસ્તુ તમને દુઃખી કરશે અને કઈ વસ્તુથી તમે ખુશ થશો.
આ પણ વાંચો: રિલેશનશીપને લઈ હિના ખાને આપેલી આ ટીપ્સ ફોલો કરશો તો વર્ષોવર્ષ સંબંધમાં પ્રેમ ટકશે
- બે લોકો સારા મિત્ર ત્યારે જ બને છે જ્યારે તેમની આદત, લાઇફ સ્ટાઇલ અને પસંદના પસંદ એકબીજાને મેચ થતી હોય. આવા વ્યક્તિ સાથે લગ્ન કરીને સંબંધ નિભાવવો સરળ થઈ જાય છે.
- મોટાભાગે લગ્ન ઇનસિક્યોરિટીના કારણે તૂટે છે પરંતુ જો તમારો લાઈફ પાર્ટનર તમારો ખાસ મિત્ર હોય તો તમને કોઈ પણ પ્રકારની ઇન્સિક્યોરિટી રહેતી નથી.
આ પણ વાંચો: આ 4 વાતો ખુશહાલ લગ્નજીવનને પણ કરી દે છે બરબાદ, સુખી રહેવું હોય તો ન કરવી આ ભુલ
- મિત્રો હોવાથી ફ્રેન્ડ સર્કલ પણ એક જ હોય છે તેથી મિત્રોના કારણે થતી સમસ્યા પણ પતિ પત્ની વચ્ચે થતી નથી.
- પતિ પત્ની એકબીજા સાથે મુક્ત મને વાત કરે તે જરૂરી હોય છે આવી સ્થિતિમાં બેસ્ટ ફ્રેન્ડ જ્યારે પતિ પત્ની બને છે તો કોમ્યુનિકેશન પહેલાથી જ સારું હોય છે.
આ પણ વાંચો: Relationship Tips: પહેલી મુલાકાતમાં જ બની જશે તમારી વાત.. બસ આ 5 વાતો રાખજો ધ્યાનમાં
- ઘણી વખત પતિ પત્ની વચ્ચે એજ ગેપના કારણે પણ સમસ્યા થતી હોય છે જો તમારા બેસ્ટ ફ્રેન્ડ તમારા લાઈફ પાર્ટનર બને તો આ સમસ્યા રહેતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)