Relationship Tips: રિલેશનશીપને લઈ હિના ખાને આપેલી આ ટીપ્સ ફોલો કરશો તો વર્ષોવર્ષ સંબંધમાં પ્રેમ ટકી રહેશે

Relationship Tips: આજના સમયમાં જ્યારે ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકો કોઈ એક વ્યક્તિને લાંબા સમય સુધી કમિટેડ રહી શકતા નથી તેવામાં હિના ખાન છેલ્લા દસ વર્ષથી એક વ્યક્તિને ડેટ કરે છે.  

Relationship Tips: રિલેશનશીપને લઈ હિના ખાને આપેલી આ ટીપ્સ ફોલો કરશો તો વર્ષોવર્ષ સંબંધમાં પ્રેમ ટકી રહેશે

Relationship Tips: ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી હિના ખાન ઘરે ઘરમાં ફેમસ થઈ. આજે પણ હિના ખાન ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રીઓ માંથી એક છે. હિના ખાન પોતાની રીયલ લાઇફમાં પણ સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. આજના સમયમાં જ્યારે ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકો કોઈ એક વ્યક્તિને લાંબા સમય સુધી કમિટેડ રહી શકતા નથી તેવામાં હિના ખાન છેલ્લા દસ વર્ષથી એક વ્યક્તિને ડેટ કરે છે. 

હિના ખાનના બોયફ્રેન્ડનું નામ રોકી જાયસવાલ છે. બોયફ્રેન્ડ રોકીના જન્મદિવસ પર હિના ખાને એક સ્પેશિયલ પોસ્ટ ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને હિના ખાને એ પણ જણાવ્યું છે કે હકીકતમાં સાચો પ્રેમ કેવો હોય ? અને સંબંધોને જાળવી રાખવા માટે શું જરૂરી હોય છે ? 

હિના ખાને પોતાના પોસ્ટમાં અનકન્ડિશનલ લવનો ઉલ્લેખ કર્યો છે. હિના ખાને જણાવ્યું છે કે પ્રેમ એક સેલ્ફલેસ એક્ટ હોય છે. જેમાં તમારે પોતાના માટે નહીં પરંતુ બીજા માટે બધું કરવાનું હોય છે. પ્રેમમાં તમારે બીજાને પ્રેમ કરવાનો હોય છે અને સામે કોઈ અપેક્ષા રાખવાની નથી હોતી. હકીકતમાં આવું કરવા માટે હિંમતની જરૂર પણ પડે છે.

હિના ખાનની આ પોસ્ટ પરથી સમજી શકાય છે કે પ્રેમની પહેલી શરત જ એ હોય છે કે તમે સામેની વ્યક્તિને જેવી છે તેવી સ્વીકારો. તમે તે વ્યક્તિને બેહિસાબ પ્રેમ કરો પરંતુ તે સામે તમને પ્રેમ કરે તેવી શરત ન રાખો. 

કોઈપણ સંબંધ ત્યારે જ અતૂટ બને છે જ્યારે બે વ્યક્તિ એકબીજાના પ્રયત્નોને સમજે અને તેની સરાહના કરે. આ વસ્તુઓ વિના સંબંધમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. જો સંબંધમાં તમારો પાર્ટનર તમારા માટે કંઈ કરે છે તો તેનો આભાર માનો. સરળ શબ્દોમાં કહીએ તો પાર્ટનર જે પ્રયત્ન કરે તેની કદર કરવાથી સંબંધ મજબૂત થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news