Aggressive Partner: નાની નાની વાત પર ગુસ્સે થઈ જતા પાર્ટનર સાથે રહેવું સરળ બનાવશે આ ટીપ્સ
How To Deal With Aggressive Partner: આજે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીએ જે તમને પાર્ટનરના એગ્રેસીવ નેચરને હેન્ડલ કરવામાં મદદ કરશે. જો પાર્ટનરનો સ્વભાવ ક્રોધી છે તો તમે આ ટીપ્સ ફોલો કરી જીવનને સરળ બનાવી શકો છો.
Trending Photos
How To Deal With Aggressive Partner: લડાઈ ઝઘડા દરેક પતિ પત્ની વચ્ચે થાય છે. પરંતુ જો લગ્ન કોઈ એવા વ્યક્તિ સાથે થાય જે એગ્રેસિવ સ્વભાવનો હોય તો જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. મોટાભાગે એંગર ઈસ્યૂનો પ્રશ્ન પુરુષોમાં વધારે જોવા મળે છે. લગ્ન જીવનમાં જો પુરુષ ક્રોધી સ્વભાવનો હોય તો તેના કારણે સ્ત્રીને ઘણું બધું સહન કરવું પડે છે. પુરુષના ક્રોધી સ્વભાવના કારણે સ્ત્રીઓ શારીરિક હિંસાનો શિકાર પણ થાય છે.
જોકે સમાજ અને પરિવારના પ્રેશરના કારણે ઘણી સ્ત્રીઓ પતિના આવા વ્યવહારને સ્વીકારી લેતી હોય છે. પરંતુ હકીકતમાં આવું કરવું જોઈએ નહીં. જો પતિનો સ્વભાવ એગ્રેસીવ હોય તો તેના માટે કેટલાક પગલાં લેવા જરૂરી છે. જો તમારી પાસે પતિથી અલગ થવાનો વિકલ્પ ન હોય તો આવા સ્વભાવના વ્યક્તિ સાથે કેવી રીતે ડીલ કરવું તે તમારે સમજી લેવું જોઈએ.
આજે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીએ જે તમને પાર્ટનરના એગ્રેસીવ નેચરને હેન્ડલ કરવામાં મદદ કરશે. જો પાર્ટનરનો સ્વભાવ ક્રોધી છે તો તમે આ ટીપ્સ ફોલો કરી જીવનને સરળ બનાવી શકો છો.
મન શાંત રાખો
જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સેલ હોય છે તેની સાથે કોઈ વાત ઉપર મતભેદ થાય તો સામે ક્રોધ કરવાને બદલે પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરો. સામેની વ્યક્તિ ક્રોધમાં હોય ત્યારે તમે શાંત રહો તેનો મતલબ એવો નથી કે તમે કમજોર છો પરંતુ આમ કરીને તમે ઝઘડાને વધતો અટકાવો છો.
ગુસ્સા સામે ગુસ્સો
જ્યારે કોઈ વાત ઉપર પાર્ટનર સાથે ઝઘડો થાય તો તેના ગુસ્સાને શાંત કરવા તેની સામે ગુસ્સો ન કરો. જે વ્યક્તિ ક્રોધમાં હોય તેની સામે તમે પણ ક્રોધ કરશો તો વાત બગડશે અને વધશે. તેથી પોતાની વાતને હંમેશા શાંતિથી સમજાવો.
મર્યાદા નક્કી કરો
સંબંધ કોઈપણ હોય પરંતુ તેમાં મર્યાદા નક્કી હોય તે જરૂરી છે. જો તમારો પાર્ટનર ગુસ્સાવાળા સ્વભાવનો છે તો પણ તેના માટે એક મર્યાદા નક્કી કરો તેથી વાત જ્યારે તે મર્યાદાથી ઉપર જાય તો તમે પોતાના માટે નિર્ણય લઈ શકો.
અપમાન અને ખરાબ વ્યવહાર
વ્યક્તિને ક્રોધ આવે તે વાત સમજી શકાય પરંતુ ક્રોધને જસ્ટીફાય કરવા માટે જો વ્યક્તિ તમારું અપમાન કરે કે તમારી સાથે દૂર્વ્યવહાર કરે તો તેને બિલકુલ સહન ન કરો. તમે એક વખત આવી ઘટનાને નજર અંદાજ કરશો પછી તે ઘટના આગળ જતા મુશ્કેલીનું કારણ બની શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે