Toxic Colleagues: નોકરી કરતા લોકો દિવસના આઠથી નવ કલાક ઓફિસમાં પસાર કરે છે. ઓફિસમાં અનેક લોકો સાથે રહેવાનું થાય છે. સાથે કામ કરતા કેટલાક લોકો કામ માટે પ્રોત્સાહિત કરે એવા હોય છે અને કેટલાક લોકો એવા હોય છે જે કામ અને મન બંનેને ડિસ્ટર્બ કરી દે છે. આવા લોકોને ટોક્સિક સહકર્મી કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારના લોકો ઓફિસમાં પોતાના કામ સિવાય દરેકના કામમાં રસ દાખવે છે અને પોતાની નેગેટિવિટીથી અન્યના કામ પણ ખરાબ કરે છે. આવા લોકો દરેક ઓફિસમાં હોય જ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ઓફિસમાં રહેલા આવા ટોક્સિક કલીગથી કેવી રીતે બચવું? તો ચાલો આજે તમને ટોક્સિક લોકોથી બચવાની ટીપ્સ વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે ટોક્સિક સહકર્મચારીઓના લક્ષણ કયા હોય છે.


આ પણ વાંચો: National Tourism Day: લક્ષદ્વીપ જ નહીં ભારતના આ 5 આઈલેન્ડ પણ છે જોવા જેવા


ટોક્સિક લોકોના લક્ષણ


- આવા લોકો હંમેશા બીજાની ભૂલ શોધતા હોય છે અને તેના વિશે નેગેટિવ વાત જ કરે છે. આવા લોકો બીજાની સફળતાની મજાક ઉડાવે છે અને બીજાને પણ ભડકાવે છે. 


- આવા લોકો ઓફિસમાં ગોસિપ ફેલાવવામાં એક્સપર્ટ હોય છે. તેઓ ખોટી અફવા ફેલાવીને ઓફિસમાં તમારી છબી ખરાબ કરતા હોય છે. 


- આ લોકો દરેક કર્મચારીને પોતાના સ્પર્ધક જ માને છે. તેથી તે દરેક વ્યક્તિના કામમાં સમસ્યાઓ જ ઊભી કરે છે અને બીજાની પ્રગતિ અટકાવવાના પ્રયત્ન કરે છે. 


આ પણ વાંચો: Relationship Tips: હનીમૂન દરમિયાન ન કરો આ ભુલો, પાર્ટનરનો મૂડ ઓફ થતા વાર નહીં લાગે


- આવા લોકો બીજાના કામનો શ્રેય પોતે લઈ લેતા હોય છે. તેઓ હંમેશા બીજાની મહેનતને ઓછી આંકે છે અને બધું પોતે જ કરે છે તેવું દેખાડે છે. 


- ટોક્સિક લોકો જાણી જોઈને કામમાં સમસ્યા ઊભી કરે છે અને મહત્વની જાણકારી છુપાવે છે જેથી તમે સારી રીતે કામ ન કરી શકો.


કેવી રીતે બચવું ટોક્સિક લોકોથી ? 


આ પણ વાંચો: કપલ ફોટો ક્લીક કરાવવા ટ્રાય કરો સિદ્ધાર્થ-કિયારાના આ પોઝ, ફોટોમાં લાગશો એકદમ જક્કાસ


1. ઓફિસમાં જો આ પ્રકારના લોકો આસપાસ હોય તો સારી રીતે કામ કરી શકાતું નથી. આવા લોકોના કારણે કામ અને મન બંને પર અસર થાય છે. આવા જ લોકોથી બચવું હોય તો સૌથી પહેલા તેમની સાથે વાતચીત ઓછી કરો અને શક્ય હોય એટલા દૂર રહો 


2. ટોક્સિક લોકોની નેગેટિવિટીથી પરેશાન થઈ જાવ તો પણ ઈમોશન પર કાબુ રાખો. તેમના નેગેટિવ વ્યવહારમાં ગૂંચવાઇ ન જવું. કામ પર ફોકસ કરી ઈમાનદારીથી કામ કરો. 


3. તમારા વિશે થતી ગોસિપ કે નેગેટિવ વાતોને મહત્વના આપો. ટોક્સિક લોકો ગોસિપ કરે છે જ એટલા માટે કે તમારું કામમાં ધ્યાન ન રહે અને તમે માનસિક રીતે પરેશાન રહો. 


આ પણ વાંચો: આ 5 ટીપ્સ ફોલો કરશો તો લગ્નના 20 વર્ષ પછી પણ જીવનમાં રહેશે પહેલા વર્ષ જેવો રોમાંચ


4. જો આવા લોકો તમારી સાથે ખરાબ વર્તન કરે અથવા તો માનસિક રીતે તમને ત્રાસ આપે તો તુરંત જ બોસને આ અંગે જાણકારી આપો. 


5. ઓફિસમાં જે તમારા ભરોસાના વ્યક્તિ હોય તેની જ સલાહ માનવાનું રાખો. દરેક વ્યક્તિ સાથે પોતાની સમસ્યા પણ શેર ન કરો.