National Tourism Day: લક્ષદ્વીપ જ નહીં ભારતના આ 5 આઈલેન્ડ પણ છે જોવા જેવા, યાદગાર બની જશે ટુર

National Tourism Day: ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ નેશનલ ટુરીઝમ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ પર્યટન સ્થળો અંગે અવેરનેસ ફેલાવવાનો છે. પર્યટન ઇન્ડસ્ટ્રીઝ ભારતના અર્થતંત્રમાં મોટું યોગદાન કરે છે. પર્યટન વિકસાવવાની બાબતમાં તાજેતરમાં જ લક્ષદ્વીપને લઈને ભારે ચર્ચાઓ ચાલી હતી. જોકે ભારતમાં ફક્ત લક્ષદ્વીપ જ નહીં પરંતુ ઘણા એવા આઇલેન્ડ છે જે ટુરીઝમ માટે પરફેક્ટ છે. આજે તમને ભારતમાં આવેલા લક્ષદ્વીપ ઉપરાંતના કેટલાક આઇલેન્ડ વિશે જણાવીએ જ્યાં ફરવા જવું તમારા માટે યાદગાર અનુભવ સાબિત થશે.

અંદમાન નિકોબાર

1/5
image

અંદામાન નિકોબાર આઇલેન્ડ ભારતના સૌથી મોટા દ્વીપ સમૂહમાંથી એક છે. હનીમૂન અને સોલો ટ્રીપ માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીંના સુંદર બીચ તમારું મન મોહી લેશે. 

દીવ

2/5
image

દીવ આઇલેન્ડમાં તમને પોર્ટુગીઝ કલ્ચરની એક ઝલક જોવા મળશે. અહીંના સેન્ડી બીચ, 16 મી સદીની કલા તમારા પ્રવાસને યાદગાર બનાવશે. દીવ ગુજરાતમાં હોવાની સાથે તમને અહીં ગુજરાતી સંસ્કૃતિનો અહેસાસ પણ થશે.

માજુલી આઇલેન્ડ

3/5
image

માજુલી દુનિયાનું સૌથી મોટું રીવર આઇલેન્ડ છે. આસામના જોરહાટ જિલ્લામાં બ્રહ્મપુત્રી નદીમાં આ જગ્યા આવેલી છે. અહીંની સુંદરતા અને યુનિક કલ્ચર દુનિયાભરના ટુરીસ્ટને આકર્ષિત કરે છે. 

રામેશ્વરમ્

4/5
image

તમિલનાડુમાં આવેલા રામેશ્વરમ્ દ્વીપને પંબન આઇલેન્ડ પણ કહેવાય છે. અહીં સુંદર દરિયા કિનારાની સાથે તમે વિવિધ મંદિરોની મુલાકાત પણ લઈ શકો છો. અહીં તમે ફ્લાઇટ મારફતે પણ જઈ શકો છો પરંતુ રામેશ્વરમ્ સુધીની ટ્રેનની સફર યાદગાર બની શકે છે.

સેન્ટ મેરીઝ આઇલેન્ડ

5/5
image

સેન્ટ મેરીઝ આઇલેન્ડ ચાર નાના નાના દ્વીપ સમૂહ છે. કર્ણાટકના ઉડ્ડપી પાસે અરબસાગરમાં આ આઇલેન્ડ આવેલા છે. અહીંના રોક ફોર્મેશન અને ક્લિયર બ્લુ વોટર પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં પહોંચવા માટે તમારે હોળીની મદદ લેવી પડશે. જોકે આ દ્વીપ પર જવા માટે તમારે તમારી સાથે ખાવા પીવાની વ્યવસ્થા પણ રાખવી પડશે.