Couple Poses Ideas: કપલ ફોટો ક્લીક કરાવવા ટ્રાય કરો સિદ્ધાર્થ-કિયારાના આ પોઝ, ફોટોમાં લાગશો એકદમ જક્કાસ

Couple Poses Ideas: સોશિયલ મીડિયા પર જ્યારે પોતાના પાર્ટનર સાથે ફોટો પોસ્ટ કરવાની હોય તો દરેક વ્યક્તિ એવો ફોટો પસંદ કરવા ઈચ્છે કે જેને પોસ્ટ કર્યાની સાથે જ લોકો કોમેન્ટમાં તમારા પ્રેમ અને જોડીના વખાણ કરતી કોમેન્ટ કરવા લાગે. તેવામાં જો તમે પણ તમારા પાર્ટનર સાથે એકને એક પોઝમાં ફોટો આપીને કંટાળી ગયા છો અને નવા પોઝ ટ્રાય કરવા માંગો છો તો આજે તમને કેટલાક બેસ્ટ કપલ પોઝ વિશે જણાવીએ. તમે આ પોઝમાં ફોટો ક્લીક કરાવશો તો તમે પણ સિદ્ધાર્થ-કિયારાની જેમ જક્કાસ દેખાશો.

લુક એટ મી પોઝ

1/5
image

આ પોઝમાં એક પાર્ટનરે કેમેરા સામે જોવાનું હોય છે અને બીજાએ પાર્ટનરની સામે. આ પોઝ તમારી વચ્ચેના મસ્તીભર્યા પ્રેમને દર્શાવે છે.

રૈપઅપ પોઝ

2/5
image

જો તમે ખૂબ જ સુંદર ફોટા ક્લિક કરાવવા માંગતા હોય તો કિયારા અને સિદ્ધાર્થનો આ કપલ પોઝ ટ્રાય કરી શકો છો. જો તમે ઇચ્છો તો ફોટો લેતી વખતે તમે એકબીજાની સામે જોઈ શકો છો.

બેક હગ

3/5
image

કોઈપણ કપલ માટે આ સૌથી ક્યૂટ પોઝ છે. આ પોઝમાં કોઈ પણ કપલ ફોટો ક્લિક કરાવે તો તે સરસ જ લાગે છે. 

રેન્ડમ પોઝ

4/5
image

રેન્ડમ ફોટા ખૂબ જ સારા આવતા હોય છે. તમે પણ કિયારા અને સિદ્ધાર્થની જેમ એક-બીજાને પકડીને ફોટો લઈ શકો છો. 

હગ પોઝ

5/5
image

કોઈ ખાસ ફંકશન હોય તો આ પોઝ ટ્રાય કરી શકાય છે. કિયારા અને સિદ્ધાર્થની જેમ એકબીજાને ગળે લગાવીને ફુલ હગ ફોટો ક્લિક કરાવી શકાય છે.