Extramarital Affair: પતિનું લફરું ચાલતું હોય તો શું કરે પત્ની ? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો
Extramarital Affair: મોટાભાગની મહિલાઓ પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત જાણીને પણ ચુપ રહે છે કારણ કે તેઓ જાણતી નથી કે તે પતિના આ કૃત્ય વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે છે અને તેમાં કાયદો પણ તેની મદદ કરી શકે છે. આજે તમને આવા જ કાયદા વિશે જણાવીએ.
Extramarital Affair: એક્સ્ટ્રા મેરિટલ અફેર આ શબ્દ સાંભળવામાં સામાન્ય થઈ ગયો છે કારણ કે આપણી આસપાસ પણ એવા ઘણા ઘર હોય છે જ્યાં આ ઘટના બની હોય. આ શબ્દ સાંભળવામાં જેટલો સામાન્ય લાગે છે એટલો જ દર્દનાક છે. ખાસ કરીને એ સ્ત્રી માટે જેના પાર્ટનર સાથે આ શબ્દ જોડાયેલો હોય. આ શબ્દ મહિલાનું જીવન બરબાદ કરવા માટે પૂરતો છે. જ્યારે પોતાના પતિનું અન્ય સાથે અફેર ચાલે છે તે વાતની ખબર પડે ત્યારે મહિલા પર આભ તૂટી પડે છે. આ સ્થિતિ ભાવનાત્મક અને પડકારજનક હોય છે. આ પરિસ્થિતિને સંભાળવા માટે માનસિક, સામાજિક અને કાનૂની દ્રષ્ટિ કોણથી પણ વિચારવું પડે છે.
આ પણ વાંચો:Wedding In Winter: ભારતમાં શિયાળામાં શા માટે થાય છે સૌથી વધુ લગ્ન? આ છે 5 મુખ્ય કારણ
1. સ્થિતિને સમજો
જ્યારે એ વાતની ખબર પડી કે પતિના જીવનમાં અન્ય કોઈ છે તો સૌથી પહેલા એ વાતને સમજવાનો પ્રયત્ન કરો કે તેની પાછળનું કારણ શું છે. પતિ સાથે વાત કરો અને ભાવનાત્મક સ્થિરતા જાળવીને વિચારો કે સંબંધમાં સુધારાનો અવકાશ છે કે નહીં. કોઈ નજીકની વ્યક્તિ હોય તો તેની સાથે વાત કરીને નિર્ણય લેવો યોગ્ય રહે. સંબંધને બચાવવા માટે તમે કાઉન્સેલરની મદદ પણ લઈ શકો છો.
આ પણ વાંચો: Relationship: લગ્ન પછી પુરુષ પસાર થાય છે ડિપ્રેશનમાંથી, પરંતુ આ કારણે નથી જણાવતા કોઈ
2. આ વાત રાખો ધ્યાનમાં
એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે જો કાયદાકીય પગલું ભરવાનું હોય તો આ નિર્ણય લેતા પહેલા સૌથી પહેલા પોતાને આર્થિક અને માનસિક રીતે મજબૂત બનાવો. જો બાળકો હોય તો તેના ભવિષ્યને પ્રાથમિકતા આપો અને પછી જ કાનૂની કદમ ઉઠાવવાનું વિચારો. સાથે જ આત્મનિર્ભર બનવા માટે પણ પ્રયત્ન કરો અને નોકરી કરવાની શરૂઆત કરો.
જો કોઈ સ્ત્રી પોતાના સંબંધને બીજી તક આપવા માંગતી હોય તો તે સમજૂતી પણ કરી શકે છે. પરંતુ જો સ્થિતિ એવી હોય કે સંબંધ બચાવો શક્ય ન હોય તો સ્ત્રી પોતાના આ કાનૂની અધિકારોનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો: EX ઝડપથી Move ON થઈ જાય તો દુ:ખી ન રહો, મનની મુંજવણમાંથી દુર કરવા આ વાતો રાખો યાદ
કાયદાકીય દ્રષ્ટિ કોણ
- ભારતમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત કાયદા છે જેની જાણકારી હોવી પણ જરૂરી છે પરંતુ ખૂબ ઓછી મહિલાઓ આ અંગે જાણતી હોય છે. જેમકે વિવાહ અધિનિયમ અનુસાર જો પતિ અફેર કરે તો પત્ની ડિવોર્સની માંગ કરી શકે છે. વિવાહ અધિનિયમની કલમ 13 અંતર્ગત વ્યભિચાર તલાક માંગવાનો અધિકાર આપે છે.
આ પણ વાંચો: Parenting Tips: બાળક વાત ન માને તો શું કરવું? ટ્રાય કરો આ 5 રીત, દરેક વાત માનશે બાળક
- પત્ની પોતાના પતિના બેજવાબદાર વ્યવહાર અને માનસિક પ્રતાડના માટે તેના વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકે છે. આ સ્થિતિમાં પત્ની પોતાના અને પોતાના બાળકો માટે ભરણપોષણ પણ માંગી શકે છે જે તેનો અધિકાર ગણાય છે.
- જો એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે પત્ની ડિવોર્સ લે છે તો પતિ પાસેથી તે ભરણપોષણ માંગી શકે છે. આ સિવાય બાળક હોય તો તેની કસ્ટડીની માંગ માટે અને બાળકના અભ્યાસની જવાબદારી પતિ ઉઠાવે તે માટે પણ પત્ની કોર્ટમાં અરજી કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)