Relationship: લગ્ન પછી પુરુષ પણ પસાર થાય છે ડિપ્રેશનમાંથી, પરંતુ આ કારણે નથી જણાવતા કોઈને
Emotional Abuse of Male: નાનપણથી જ પુરુષોને શિખવાડવામાં આવે છે કે તેમણે મજબૂત બનીને રહેવું જોઈએ. તેઓ રડે કે લાગણી વ્યક્ત કરે તો તેમને નબળા ગણવામાં આવે છે. તેથી જ્યારે કોઈ માનસિક સમસ્યા હોય છે તો પુરુષો એ વાતને માનસિક નબળાઈ સમજી કોઈને વાત કરતા નથી.
Trending Photos
Emotional Abuse of Male: બેંગ્લોરના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે પોતાની પત્ની અને તેના પરિવાર દ્વારા થતા શોષણનો ઉલ્લેખ કર્યો હતો. અતુલ સુભાષની વાત પરથી એ વાત સાબિત થાય છે કે લગ્ન પછી પુરુષોનું જીવન પણ મુશ્કેલી ભર્યું બની શકે છે.
પુરુષોમાં ડિપ્રેશન
ડિપ્રેશન એક ગંભીર મેંટલ કંડીશન છે જેમાં કોઈ પણ વ્યક્તિ પરેશાન થઈ શકે છે. પછી તે સ્ત્રી હોય કે પુરુષ. મોટાભાગે એવું જોવા મળે છે કે લગ્ન પછી મહિલા જ માનસિક તણાવ કે સ્ટ્રેસનો સામનો કરે છે. પરંતુ પુરુષોને પણ આ સમસ્યા થઈ શકે છે. પરિણીત પુરુષો પણ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર થઈ જતા હોય છે. પરંતુ તેઓ આ વાત કરવાનું ટાળે છે.
ડિપ્રેશનનું કારણ
સાઈકોલોજિસ્ટ જણાવે છે કે લગ્ન પછી પુરુષો પર અનેક જવાબદારીઓ આવી જાય છે. પરિવારને આર્થિક રીતે સંભાળવો, પત્ની અને બાળકોની જરૂરીયાતો પુરી કરવી અને સામાજિક અપેક્ષાઓ પર ખરું ઉતરવું... આ બધી જ જવાબદારીઓના કારણે તેમની મેંટલ કંડીશન પર ખરાબ અસર પડે છે. તેમાં પણ જો પત્ની સાથે કોઈકારણોસર કાયદાકીય લડાઈ લડવી પડે તો પુરુષો પર ટેંશન વધી જાય છે.
પુરુષો નથી કરતા વાત
પુરુષો ડિપ્રેશન અંગે વાત કરતા નથી તેનું સૌથી મોટું કારણ હોય છે પિતૃસત્તાત્મક વિચાર. નાનપણથી જ પુરુષોને શિખવાડવામાં આવે છે કે તેમણે મજબૂત બનીને રહેવું જોઈએ. તેઓ રડે કે લાગણી વ્યક્ત કરે તો તેમને નબળા ગણવામાં આવે છે. તેથી જ્યારે કોઈ માનસિક સમસ્યા હોય છે તો પુરુષો એ વાતને માનસિક નબળાઈ સમજી કોઈને વાત કરતા નથી.
બીજું કારણ એવું પણ હોય છે કે પુરુષોને લાગે છે કે તેઓ ડિપ્રેશન અંગે વાત કરશે તો લોકો તેને સીરિયસલી લેશે નહીં અને ઘણીવાર એવું પણ હોય છે કે તે પોતાની વાતથી પરિવારને પરેશાન કરવા માંગતા નથી.
ડિપ્રેશન નબળાઈ નથી
ડિપ્રેશનથી બહાર નીકળવા માટે સૌથી પહેલા તો આ સ્થિતિનો સ્વીકાર કરવો પડે છે. પુરુષોએ પણ પોતાની અવસ્થા અંગે પરિવાર, મિત્રો અને જીવનસાથી સાથે ખુલીને વાત કરવી જોઈએ. જરૂર પડે તો એક્સપર્ટની મદદ પણ લેવી. પુરુષોએ પણ પોતાની સમસ્યા વિશે ચર્ચા કરવી જોઈએ. તેનાથી તે નબળા નથી પડી જતા એ વાત સૌ કોઈએ સમજવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે