Parenting Tips: માતા-પિતા પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા ઇચ્છે છે કે તેઓ સારા અને સંસ્કારી બને. માતા પિતા પોતાના બાળકનું સારું જ ઈચ્છે છે પરંતુ કેટલીક વખત હતાશા અને ગુસ્સામાં એવી વાતો મોઢામાંથી નીકળી જાય છે જે બાળકના મન પર ખરાબ અસર કરે છે. નાની વયમાં બાળકો જો આ વાતો સાંભળે તો તેમના ભવિષ્ય પર પણ અસર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા માતા પિતા અજાણતા આ ભૂલ કરે છે તો કેટલાક માતા-પિતા બાળકોને ડરાવવા માટે કેટલીક વાતો કરતા હોય છે. બાળકો તમારી વાત માને તે માટે આ વાતો કહીને તેને સમજાવવાથી તેનો આત્મવિશ્વાસ નબળો પડી જશે અને તેની માનસિકતા પર પણ ખરાબ પ્રભાવ પડશે. તેથી જો તમે પણ તમારા બાળકને આ પાંચ વાતો કહી રહ્યા છો તો તમારી ભૂલ સુધારી લેજો. 


આ પણ વાંચો: પુરુષનો ફોટો જોઈને પણ સ્ત્રી કહી શકે તે ચીટર છે કે નહીં.... રીસર્ચમાં આવ્યું સામે


1. ઘણા માતા પિતાને આદત હોય છે કે તે પોતાના બાળકની તુલના બીજા સાથે કરે અને તેને વારંવાર યાદ કરાવે કે તેના કરતાં બીજું બાળક સારું છે. આવી વાતો કરવાથી બાળક વચ્ચે ઈર્ષા અને પ્રતિસ્પર્ધા ઉત્પન્ન થશે. દરેક બાળક અલગ હોય છે અને તેનામાં કોઈ ખાસિયત હોય છે. પોતાના બાળકને બીજા જેવું બનાવવા માટે જો તમે આવી વાતો કરશો તો બાળકનો આત્મવિશ્વાસ નબળો પડી જશે. અને તે ઈર્ષાળુ થઈ જશે. 


આ પણ વાંચો: Relationship Tips: છોકરીઓને સૌથી વધુ ગમે છે છોકરાઓની આ 3 વાતો, તમારામાં છે કે નહીં?


2. બાળકને ક્યારેય એવું કહેવું નહીં કે તે મૂરખ છે. ઘણા બાળકો ઝડપથી સફળ થઈ જતા હોય છે તો ઘણાને સમય લાગતો હોય છે તેનો મતલબ એવો નથી કે તમે બાળકની મહેનતની કદર ન કરો અને તેની ખામી શું છે તે જ ગણાવતા રહો. 


3. ઘણી વખત માતા-પિતા પોતાની સમસ્યાઓની ચિંતા બાળકો પર ઢોળી દેતા હોય છે. કેટલાક માતા પિતા તો બાળકોને એવું પણ કહી દેતા હોય કે તકલીફ જે છે એ બાળકના કારણે જ છે.. આવું ભૂલથી પણ બાળકની સામે કહેવું નહીં કારણ કે આમ કરવાથી બાળકમાં અપરાધ બોધ જન્મે છે. 


આ પણ વાંચો: Relationship Tips: સંબંધમાં પ્રેમની જગ્યા લઈ લે આ 3 વસ્તુ તો સમજજો સંબંધ છે જોખમમાં


4. બાળકને તેની ઉંમર પ્રમાણે દરેક પ્રકારની જાણકારી આપવી જોઈએ અને તેની સાથે વાતો શેર પણ કરવી જોઈએ જો તમે બાળકોને સતત એવું જ કહે રાખશો કે તેને ખબર નહીં પડે તો પછી કોઈપણ વાત જાણવાની તેની જિજ્ઞાસા ઘટી જશે. 


આ પણ વાંચો: Relationship Tips: પાર્ટનરનું દિલ જીતી ફિઝિકલ ઈન્ટિમસી વધારવી હોય તો કરો આ કામ


5. ઘણા માતા પિતા પોતાના બાળકોને ડરાવવા માટે એવું કહેતા હોય છે કે જો તે આ કામ કરશે તો તેને માતા-પિતા છોડીને છોડીને જતા રહેશે. આવી વાત ક્યારેય કરવી નહીં. તેનાથી બાળકના મનમાં સતત ચિંતા રહેશે કે તમે તેને છોડી દેશો. તેના બદલે બાળક સાથે ખુલીને વાત કરો અને તેને વિશ્વાસ અપાવો કે તમે કોઈપણ પરિસ્થિતિમાં તેની સાથે હશો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)