Parenting Tips: બાળકોનો ઉછેર મોટી જવાબદારી છે. દરેક માતા-પિતા આ જવાબદારીને સભાનતાથી નિભાવે છે. સામાન્ય કપલથી લઈને સેલિબ્રિટી માટે આ જવાબદારી સમાન હોય છે. દરેક માતાપિતા પોતાના બાળકના ઉછેરમાં કોઈ ખામી રાખવા માંગતા નથી. બાળક સ્વસ્થ રહે અને સંસ્કારી બને તે માટે માતાપિતાએ પણ તેમના રુટીનમાં ફેરફાર કરવા પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રિલેશનશીપમાં આ 5 લક્ષણ જોવા મળે તો સમય બગાડ્યા વિના કરી લેવું બ્રેકઅપ


આવું જ હાલ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા કરે છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેની દીકરી વામિકા અને દીકરા અકાય માટે એક અનુશાસનમાં રહે છે અને બાળકોને પણ આ રીતે ડિસિપ્લિન શીખવાડે છે. બાળકો માટે તેઓ પણ ખાસ રુટીન ફોલો કરે છે. 


આ પણ વાંચો: આ 3 રીતે પાર્ટનર સાથે બનાવો સ્ટ્રોંગ બોંડ, પાર્ટનરને વધી જશે ઈંટિમસીમાં ઈંસ્ટ્રેસ્ટ


અનુષ્કા શર્માએ તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું કે તે ખૂબ જ સ્ટ્રીક્ટલી એક રુટીન ફોલો કરે છે. તેમના કામના કારણે તેમને ઘણું ફરવું પડે છે. આ સમયે બાળકો પણ સાથે હોય છે. બાળકો પણ ઘણા ફેરફાર અનુભવે છે પરંતુ કેટલાક રુટીન ફિક્સ હોય છે. જેથી બાળકોનો દિવસ આયોજન અનુસાર પસાર થાય.


આ પણ વાંચો: લવ મેરેજ માટે માતા-પિતાને મનાવવા હોય તો અપનાવો આ રીતો, 100 ટકા હા કહી દેશે


અનુષ્કા દરેક માતાપિતાને સલાહ આપે છે કે તેમણે બાળકોનું એક રુટીન સેટ રાખવું જોઈએ જેથી બાળકોને સહજતાથી ખ્યાલ આવે કે તેમણે કયું કામ ક્યારે કરવાનું છે. તેને સમયનું મહત્વ પણ સમજાવા લાગે છે. ખાસ કરીને બાળકોના ભોજનના સમય નક્કી હોવા જોઈએ. બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે અનુષ્કા પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરે છે. 


અનુષ્કા શર્માનું જણાવવું છે કે તેના બાળકો સાંજે 5.30 વાગ્યે ડીનર કરી લે છે અને તેમને સાથે તેણે પણ આ રુટીન અપનાવ્યું છે. ત્યારબાદ તેઓ જલદી સુઈ જાય છે. આ રીતે જ્યારે તેઓ સવારે જાગે છે તો વધારે ફ્રેશ અનુભવ કરે છે.