ઝી બ્યૂરો, અમદાવાદઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતાં ચૂકાદો આપ્યો છે કે કોઈ પણ સંજોગોમાં પતિને નપુંસક કહેવો એ માનસિક ક્રૂરતા છે. જસ્ટિશ સુધિર સિંહ અને જસજિત સિંહ બેદીની ખંડપીઠ તલાકના એક કેસમાં સુનાવણી કરી રહી હતી. આ પહેલાં 12 જુલાઈના રોજ ફિમિલી કોર્ટે પતિની ફેવરમાં તલાક મંજૂર કર્યા હતા. મહિલાની સાસુનો આરોપ એ હતો કે પત્ની પોતાના પતિને નપુંસક કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂકાદો આપતી સમયે બેન્ચે જણાવ્યું કે ફેમિલી કોર્ટ દ્વારા રેકોર્ડ કરાયેલા બયાનો અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ થાય છે કે મહિલા દ્રારા પુરૂષ પર જે આરોપ મૂકાયા છે એ ક્રૂરતાની નિશાની છે. પતિને નપુંસક કહેવો અને એક માને એમ કહેવું કે તમે નપુંસક પેદા કર્યો છે એ એક પ્રકારની ક્રૂરતા છે. 


દંપતિના લગ્ન 2017માં થયા હતા. પતિએ એ કહીને ફેમિલી કોર્ટમાં અપીલ કરી હતી કે એની પત્ની મોડી રાત સુધી જાગે છે અને એની બિમાર માને અડધી રાતે ખાવાનું મંગાવીને હેરાન કરે છે. એની પત્ની પોર્ન જોવાની આદી છે અને બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમે છે. પતિનો આરોપ છે કે પત્ની લાંબા સમય સુધી શારીરિક સંબંધો બનાવવાનું દબાણ કરે છે. એ પણ એક સમયે 10થી 15 મીનિટ સુધી... દર રાતે સરેરાશ 3 વાર એ શારીરિક સંબંધો માટે દબાણ કરે છે. 


પતિએ યાચિકામાં કહ્યું છે કે પત્ની એની પર શારીરિક રૂપથી બિમાર હોવાનો ટોણો મારે છે. અને કહે છે કે મારે કોઈ બીજા સાથે લગ્ન કરી લેવા જોઈતા હતા. બીજી તરફ પત્ની કહી રહી છે પતિને એને ઘરમાંથી તગેડી મૂકી છે. મહિલાએ આરોપ મૂક્યા છે કે સાસરીવાળા એને નશાની ગોળીઓ આપતા હતા અને એ બેહોશ થઈ જતી ત્યારે તાંત્રિકનું તાવીજ પહેરાવી દેતા હતા. એને એવું પાણી પીવડાવતા હતા જેથી હું એમના વશમાં જ રહું...


પત્નીએ કહ્યું કે પતિ અને મારી સાસુના બયાનોને આધારે ફેમિલી કોર્ટે મને તલાક આપી દીધા છે. હાઈ કોર્ટે કહ્યું કે પતિ અને પત્ની છેલ્લા 6 વર્ષથી અલગ રહે છે. એટલે હવે બંનેને એક સાથે લાવવા અશક્ય છે. આ સંજોગોને ધ્યાને રાખીને પત્નીની અરજી કેન્સલ કરી દેવામાં આવે છે અને ફેમિલી કોર્ટમો ચૂકાદો માન્ય રાખવામાં આવે છે.