આ એક એવી પત્નીની કહાની છે જેને પતિના લગ્નેત્તર સંબંધની ખબર પડે છે અને પછી જે થાય છે તે તમે વિશ્વાસ નહીં કરી શકો. કવિતા (નામ બદલ્યું છે) મુંબઈમાં રહે છે તે ક હે છે કે મને વિશ્વાસ નહતો થતો કે મારા પતિનું મારાથી 20 વર્ષ મોટી મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે. પતિના અફેર બાદ તેણે એક નિર્ણય લીધો, પરંતુ તેને એ સમજમાં નથી આવતું કે હવે જિંદગીની ગાડી આગળ કેવી રીતે વધારવી. જાણો આ કહાની તેના શબ્દોમાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કવિતા કહે છે કે તેની ઉંમર 36 વર્ષની છે અને પતિન 42 વર્ષનો છે. પતિનું એક 56 વર્ષની મહિલા સાથે અફેર છે. મહિલાના જણાવ્યાં મુજબ થોડા સમય પહેલા તેને તેના પતિની હરકતો પર શક થવા લાગ્યો. ત્યારબાદ તેણે ફોન ટ્રેક કરવાનો શરૂ કરી દીધો. એક દિવસ હોટલથી ફોન આવ્યો જેમાં જણાવ્યું કે તેમની 'પત્ની' ચશ્મા રૂમમાં ભૂલી ગઈ છે. આ સાંભળીને તે ચોંકી ગઈ. કારણ કે તે તો કોઈ હોટલમાં ગઈ નહતી કે તેના ચશ્મા પણ રહી ગયા નહતા. જ્યારે તેણે આ અંગે પતિને સવાલ કર્યો તો શરૂઆતમાં તો પતિએ અફેરની વાત સ્વીકારી જ નહીં. પરંતુ ત્યારબાદ તેણે આ કાળી કરતૂતનો સ્વીકાર કરી લીધો. 


પતિએ જણાવ્યું કે તેનું એક 56 વર્ષની મહિલા સાથે અફેર ચાલે છે. તેમની વચ્ચે બેથી ત્રણવાર શારીરિક સંબંધ પણ બંધાયા છે. આ સાંભળીને કવિતાના તો જાણે હોશ ઉડી ગયા. કારણ કે થોડા સમય પહેલા જ તેઓ બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ તેના જ પતિએ તેને દગો દીધો અને એક એવી મહિલા સાથે સંબંધ બાંધ્યો કે જે તેને બાળક પણ આપી શકે તેમ નહતી. કવિતા માટે તો આ સપના તૂટવાની સાથે સાથે આત્મસન્માન ઉપર પણ ઊંડો ઘા હતો. 


બંને વચ્ચે ખુબ ઝઘડા થ યા અને ત્યારબાદ પતિએ તેને છોડી દીધી. કવિતાનું કહેવું છે કે હવે તેમની વચ્ચે સમાધાન કે કાઉન્સિલિંગની કોઈ શક્યતા નથી. તે માને છે કે તેના પતિની સચ્ચાઈ સામે આવ્યા બાદ તે હવે રાહત મહેસૂસ કરી રહી છે અને તે પોતાના નિર્ણયથી  ખુશ છે. પરંતુ સમજમાં નથી આવતું કે હવે જીવનમાં આગળ કેવી રીતે વધવું. તો અહીં એક્સપર્ટ સલાહ આપે છે કે અહીં એ જરૂરી છે કે તમે તમારી  ભાવનાઓને નકારો નહીં. મિત્રો અને પરિવાર સાથે વાત કરો અને તમારું દર્દ રજૂ કરો. છૂપાવો નહીં. કોઈ પણ ચીજ માટે પોતાને દોષ બિલકુલ ન આપો. પતિને છોડીને તમે સારું કર્યું અને હવે આગળ વધવાનું પ્લાનિંગ તમારે જ  કરવાનું છે. તમારી ફેવરિટ એક્ટિવિટી કરો. નવા શોખ અજમાવો. મિત્રો સાથે હેંગઆઉટ  કરો. પરિવાર સાથે સમય પસાર  કરો. 


Disclaimer: (પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે મીડિયા રિપોર્ટની અને સામાન્ય જાણકારીઓની મદદ લીધી છે.  ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)