ગુજરાતના આ શહેરમાં મહિલાઓને અનોખી ઓફર, આખું વર્ષ કરો અનલિમિટેડ બસ મુસાફરી
Surat City Bus Offer : સુરત શહેરની મહિલાઓ 1 હજારમાં આખુ વર્ષ અનલિમિટેડ સિટિ બસમાં કરી શકે છે મુસાફરી... પહેલી એપ્રિલથી યોજના થશે લાગુ... જાહેર પરિવહન સેવાનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તે ઉદ્દેશ્યથી સુરત કોર્પોરેશને આ સેવા કરી શરૂ...
Surat City Bus Offer : સુરત મહાનગરપાલિકા સુરતી મહિલાઓ માટે અનોખી સ્કીમ લઈને આવ્યું છે. સુરતની મહિલાઓ હવે માત્ર એક હજાર રૂપિયામાં આખું વર્ષ સિટી બસમાં અનલિમિટેડ મુસાફરી કરી શકશે. જાહેર પરિવહન સેવાને વધુ લોકભોગ્ય બનાવવા આ ઓફર આપવામાં આવી છે. સરલ પાસ યોજનાનો લાભ વિદ્યાર્થી અને વડીલો બાદ હવે મહિલાઓને મળશે. 1 એપ્રિલ, 2023 થી આ યોજના શરૂ થશે.
ગુજરાતભરમાં માસ ટ્રાન્સપોર્ટેશનમાં સૌથી વધુ રાઈટરશીપ સુરતમાં નોંધાઈ છે. સુરતમાં સરેરાશ રોજના 2.50 લાખ લોકો સિટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરે છે. તેથી સુરત મહાનગરપાલિકા આ સુવિધા નાગરિકો માટે વધુ સરળ બની રહે તેવા પ્રયાસો કરે છે. જેથી સુરતમાં મહિલાઓ માટે અનોખી સ્કીમ જાહેર કરવામાં આવી છે. મહિલાઓ હવે માત્ર 1 હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરશે.
ભાજપમાં રહો માલામાલ બનો, અમદાવાદમાં 625 બસો ભાજપના મળતિયાઓને પધરાવી દેવાઈ
અમદાવાદમાં રહેવાના અરમાન હોય તો જાણી લેજો કે અહી હવામાં ઝેર છે : રિપોર્ટમાં ખુલાસો
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સુરત દ્વાાર વડીલો અને વિદ્યાર્થીઓ માટે સરલ પાસ યોજના લાગુ કરવામા આવી છે. જેમાં ત્રણ માસ માટે રૂપિયા 300, 6 માસ માટે 500 રૂપિયા અને એક વર્ષ માટે 1000 રૂપિયાનો ટિકિટ પાસનો ભાવ નક્કી કરાયો છે. ત્યારે મહિલાઓ માટે પણ યોજના લાવવાની તૈયારીઓ ચાલી રહી હતી.
સુરત ખાનગી બસ એસોસિયેશન દ્વારા હાલ મોટી જાહેરાત કરાઈ છે. સુરત શહેરમા ટ્રાફિકની સમસ્યા વિકટ છે. તે માટે ખાનગી બસ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવાયો કે, આગામી તારીખ 21-2 થી તમામ લકઝરી બસો સુરત બહારથી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે રાત્રે થયા ટ્રાફિકને લઈ નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા રજુઆત કરાયા બાદ આ નિણર્ય લેવાયો હતો. સુરતમાં 150 થી લઝરી બસના માલિકો દ્વારા મિટિંગમાં આ જાહેરાત કરવામાં આવી હતી. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસો આવતી હશે અને રાત્રીના સમયે જાય છે.
આ પણ વાંચો :
સાવધાન : 3 નહીં, આ 16 નિયમો તોડ્યા તો પોલીસ નહીં હોય તો પણ ફરફરિયું આવશે ઘરે
જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં બન્યું ભવ્ય મંદિર