હિમાંશું ભટ્ટ/મોરબી: હાલમાં નરોતા ચાલી રહ્યા છે ત્યારે નસીલા પદાર્થોનું વેચાણ ન થાય તેના માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે મોરબીના કુબેરનગર શેરી નં-૩માં પોલીસે રેડ કરી હતી અને ત્યારે ઘરમાંથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી સિરપની 1680 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે તેને કબ્જે કરીને એફએસએલમાં સેમ્પલ મોકલાવીને આગળની કાર્યવાહી કરેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી શહેરમા દારૂ અને જુગારના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવે છે દરમ્યાન મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુબેરનગર શેરી નં.૩ મા રહેતા હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબારને ત્યનથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની ૧૬૮૦ બોટલ મળી આવી હતી.


જેથી પોલીસે ૨,૫૨,૦૦૦ નો જથ્થો કબ્જે કરેલ છે અને સેમ્પલ એફ.એલ.એલ. રીપોર્ટ માટે મોકલાવવામાં આવેલ છે આ આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલો હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર (૨૩) રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં.૩ મોરબી મૂળ રહે. રામપર અબડા તાલુકો નલીયા અને વીક્રમસીંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં.૩ મુળ રહે. રામપર અબડા તાલુકો નલીયા વાળા વેચતા હોવાનું સામે આવ્યું છે અને રાજકોટના રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ માલ મોકલાવ્યો હોવાનું સામે આવેલ છે જેથી કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.