Dhan Labh Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન ધન ધાન્યથી પરિપૂર્ણ હોય અને તેના જીવનમાં પૈસાની તંગી ક્યારેય ન સર્જાય. જીવનને ધન ધાન્યથી પરિપૂર્ણ રાખવા માટે જરૂરી છે કે માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ તમારા પર બની રહે. આજે તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના આવા જ કેટલાક સરળ ઉપાય વિશે જણાવીએ જેને અપનાવીને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ એવા સરળ અને અચૂક 10 ઉપાય વિશે જેને કરવાથી ધન પ્રાપ્તિ ચોક્કસથી થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવાના 10 અચૂક ઉપાય


આ પણ વાંચો: નોકરીમાં પ્રમોશન અને વેપારમાં નફા માટે કાર્યસ્થળ પર રાખો આવા રંગની ગણેશ મૂર્તિ


1. નિયમિત રીતે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરીને તુલસીને જળ અર્પણ કરો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. સાથે જ રોજ સાંજે તુલસી ક્યારે ઘી નો દીવો કરો. 


2. રોજ સવારે સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલા ઘરમાં સાફ-સફાઈ કરો. સાથે જ ઘરના મુખ્ય દરવાજા પાસે ઘીનો દીવો કરો. 


3. જે ઘરમાં વડીલોનું સન્માન કરવામાં આવે છે તે ઘરના સભ્યો પર ક્યારેય શારીરિક માનસિક કે આર્થિક સમસ્યા આવતી નથી આવા ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે.


આ પણ વાંચો: તમારું ભાગ્ય પણ મારશે પલટી, આજથી જ અપનાવો આ ઉપાય, દરેક કામમાં નસીબ આપશે સાથ


4. શુક્રવારે ઘરમાં શ્રી સૂક્તનો પાઠ કરો. આ પાઠ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે.


5. ગાયમાં 33 કરોડ દેવી-દેવતાનો વાસ હોય છે તેથી રોજ ગાયને ઘરમાં બનતી પહેલી તાજી રોટલી ખવડાવો શક્ય હોય તો નિયમિત રીતે લીલું ઘાસ પણ ખવડાવો. 


6. જે ઘરમાં સ્ત્રીને માન સન્માનથી રાખવામાં આવે છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. તેથી ઘરમાં સ્ત્રીનું માન જાળવો અને તેનો સત્કાર કરો 


આ પણ વાંચો: Guru Gochar: વર્ષ 2024 માં બદલી જશે આ રાશિઓનું ભાગ્ય, વર્ષની શરુઆતમાં થશે ધન લાભ


7. જે ઘરમાં રાત્રે રસોડામાં એંઠા વાસણ રાખવામાં આવે છે તે ઘરમાં બરકત રહેતી નથી. આવા ઘરમાંથી કમાયેલું ધન પણ પાણીની જેમ વહી જાય છે, તેથી રાત્રે ક્યારેય એંઠા વાસણ રાખવા નહીં. 


8. જો તમે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો ઘરમાં રોજ લક્ષ્મીજીની આરતી કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને નોકરી, વેપારમાં પ્રગતિ કરાવે છે.


9. જો તમે ઘરને ધાન્યથી પરિપૂર્ણ રાખવા માંગો છો તો આવકમાંથી એક નિશ્ચિત રકમજરૂરિયાત મંદોમાં દાન કરવામાં વાપરો. દાન કરવાથી ધન ઘટતું નથી પરંતુ ડબલ થઈને પરત મળે છે.


આ પણ વાંચો: આ દિશા તરફ મોં કરી ન બેસવું જમવા, ઘરમાં વધશે ગરીબી, પાણીની જેમ વહી જશે રુપિયા


10. જો તમે જીવનની આર્થિક તંગીને દૂર કરવા માંગો છો તો શુક્રવારના દિવસે દાન કરવાનું રાખવું. જોકે શુક્રવારે ક્યારેય ખાંડનું દાન કરવું નહીં.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)