Shani Uday 2023: કોઈપણ વ્યક્તિની સફળતા અને અસફળતા પાછળ ગ્રહનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. જ્યારે પણ ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે આ પરિવર્તનનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન ઉપર પડે છે. ખાસ કરીને શનિદેવના રાશિ પરિવર્તનથી લોકોના જીવનમાં સૌથી વધુ પ્રભાવ પડે છે. શનિદેવ ન્યાયના દેવતા છે અને તે લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. જ્યારે શનિ નું રાશિ પરિવર્તન થાય છે ત્યારે લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે. જાન્યુઆરી મહિનામાં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી આ રાશિમાં શનિ નો અસ્ત થઈ ગયો. શનિના અસ્ત થવાથી કેટલીક રાશિના લોકોને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે 5 માર્ચ 2023 ના રોજ શનિનો ઉદય થશે અને સાથે જ કેટલીક રાશિના લોકોને સારું ફળ પણ મળશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેના ઉપર આ સમય દરમિયાન ધનવર્ષા થઈ શકે છે અને તેમના માનસન્માનમાં પણ વૃદ્ધિ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જીવનમાં આવનારા સંકટ તરફ ઈશારો કરે છે આ ઘટનાઓ, માનવામાં આવે છે અશુભ


યાદ રાખજો કે આ 2 દિવસોએ ન ચઢાવવું તુલસીમાં જળ, કરશો ભુલ તો પરિવારમાં આવશે ગરીબી



વૃષભ - શનિદેવના ઉદય થવાથી વૃષભ રાશિના લોકોને આર્થિક લાભ થશે. આ રાશિના લોકોને કારકિર્દીમાં અને વેપારમાં ફાયદો થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળશે. વેપાર શરૂ કરવા માટે પણ આ સમય શુભ રહેશે.


સિંહ - શનિ નું ઉદય થવું સિંહ રાશિના લોકોને પણ લાભ કરાવશે. આ રાશિના લોકોનો સારો સમય શરૂ થઈ જશે. શનિદેવના આશીર્વાદથી તેમને તેમના જીવનમાં એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. તેમના જીવનમાં ખુશીઓ આવશે અને આ સમય શ્રેષ્ઠ સાબિત થશે.


કુંભ - કુંભ રાશિના લોકોને પણ શનિદેવ ઉદય થઈને ફાયદો કરાવશે. આ રાશિના લોકોને કાર્ય સ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પ્રશંસા સાંભળવા મળશે. સમાજમાં તેમનું પદ અને પ્રતિષ્ઠા વધશે. નોકરી માટે પણ નવી તક મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. અવિવાહિત લોકોને વિવાહ માટે પ્રસ્તાવ આવી શકે છે.