Karwa Chauth 2024 Date: આ વર્ષે કરવા ચોથના વ્રતની ઉજવણી 20 ઓક્ટોબરે છે. આ દિવસે પરીણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ એક નિર્જલા વ્રત હોય છે અને તેને સૌથી કઠિન વ્રતમાંથી એક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે કરવા ચોથ ખુબ શુભ માનવામાં આવી રહી છે. આ દિવસે કેટલાક ખાસ રાજયોગ બનવા જઈ રહ્યાં છે, જે 3 રાશિઓ માટે અતિ શુભ રહેવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનશે પાંચ રાજયોગ
જ્યોતિષ ગણનાઓ અનુસાર કરવાચોથ પર આ વખતે શશ, ગજકેસરી યોગ, સમસપ્તક, બુધાદિત્ય અને મહાલક્ષ્મી જેવા રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ બધા યોગ ત્રણ રાશિના જાતકોને ખુબ સફળતા અપાવશે. આવો જાણીએ આ રાશિઓ વિશે..


1. વૃષભ રાશિ
કરવા ચોથ પર બનનાર 5 રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. જે લોકો નવો વેપાર શરૂ કરવાનો વિચાર કરી રહ્યાં છે તેના માટે સમય અનુકૂળ રહેશે. નોકરી કરી રહેલા લોકોને નવી જવાબદારી મળી શકે છે, જેને નિભાવવામાં તમે સફળ રહેશો. રોકાણ માટે પણ આ સમય સારો છે. લવ લાઇફ પહેલા કરતા સારી થઈ શકે છે.


આ પણ વાંચોઃ 18 મહિના બાદ મંગળ કરશે ચંદ્રના ઘરમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો


2. કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે આ રાજયોગ ખુબ ફાયદાકારક રહેવાનો છે. જે લોકો વેપાર કરે છે તેને નવી ડીલ્સ મળી શકે છે, જેનાથી ખુબ લાભ થશે. સાથે જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને નવી નોકરી મળી શકે છે. જે લોકોના લગ્ન થયા નથી કે લગ્ન થવામાં મુશ્કેલી આવી રહી છે, તેનો સંબંધ નક્કી થશે. દાંપત્ય જીવનની સમસ્યા દૂર થશે. 


3. તુલા રાશિ
કરિયરના મામલામાં તુલા રાશિના લોકોને નવી તક પ્રાપ્ત થઈ શકે છે. પ્રગતિના દ્વાર ખુલશે. સુખ-સુવિધામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં નવા સંબંધ બની શકે છે, જે ભવિષ્યમાં લાભ કરાવશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેને સફળતા મળી શકે છે. તમે નાણાની બચત કરશો. આર્થિક સ્થિતિમાં પણ સુધાર થશે.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.