Hanuman Jayanti 2023: હનુમાન જયંતી દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતી 6 એપ્રિલે ઉજવાશે. આ પવિત્ર દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથે જ તેમને વિધિ વિધાનથી સિંદુર અને ચોલા ચડાવવામાં આવે છે. માન્યતા છે કે હનુમાન જયંતીના દિવસે ભગવાનને ચોલા ચડાવવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને તેમને હનુમાનજીના આશીર્વાદ મળે છે. હનુમાન જયંતીના દિવસે બજરંગ બલીને ચોલા ચડાવવાનું વિશેષ મહત્વ હોય છે. ભગવાનની ચોલા ચડાવતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો આજે તમને જણાવીએ કે ભગવાનને ચોલા કેવી રીતે અને કઈ વિધિથી ચડાવવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રવિવારે કરેલા આ ઉપાય રાતોરાત બદલી દેશે ભાગ્ય, દુર થશે જીવનની આ સમસ્યાઓ


કરજ અને સમસ્યાઓથી મુક્ત થવા શનિવારે કરો આ 4 ઉપાય, શનિદેવ દુર કરશે જીવનના કષ્ટ


હનુમાન ચાલીસાની આ 4 ચોપાઈ છે અત્યંત ચમત્કારી, જાપ કરવાથી તુરંત થાય છે અસર


- હનુમાનજીને ચોલા ચડાવતી વખતે તેમની પ્રિય વસ્તુ સાથે ચડાવી જોઈએ. તેમની પ્રિય વસ્તુમાં સિંદૂર, ચમેલીનું તેલ, અત્તર, લાલ કપડાની લંગોટ અને જનોઈનો સમાવેશ થાય છે. આ વસ્તુઓને પણ છોલા ચડાવતી વખતે સાથે રાખવી જોઈએ.


- હનુમાનજીને ચોલા ચડાવતા પહેલાં સંકલ્પ કરવો જરૂરી છે ત્યાર પછી ભગવાન ગણેશનું સ્મરણ કરવું અને ભગવાન શ્રીરામનું ધ્યાન કરતી વખતે હનુમાનજીને ફૂલ ચડાવવા. ફૂલ ચડાવીને ભગવાનને સ્નાન કરાવી પછી જ તેમને ચોલા ચડાવવા.


- ભગવાનની સ્નાન કરાવ્યા પછી તેમને સિંદુર તેલ લગવવું અને ચોલા ચઢાવો. ત્યારબાદ તેમને અત્તર લગાડવું. તેની સાથે જ ભગવાનને જનોઈ પણ ચડાવો.