કરજ અને સમસ્યાઓથી મુક્ત થવું હોય તો શનિવારે કરવા આ 4 ઉપાય, શનિદેવ દુર કરશે જીવનના કષ્ટ

Astro Tips: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ ક્રોધિત હોય ત્યારે વ્યક્તિના જીવનમાં આવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સમસ્યા હોય ત્યારે શનિવારના દિવસે જ્યોતિષશાસ્ત્ર સંબંધિત ચાર અચૂક ઉપાય કરી શકાય છે.

કરજ અને સમસ્યાઓથી મુક્ત થવું હોય તો શનિવારે કરવા આ 4 ઉપાય, શનિદેવ દુર કરશે જીવનના કષ્ટ

Astro Tips: ઘણા લોકોની હાલત એવી હોય છે કે અનેક પ્રયત્ન કરે છતાં પણ ઘરમાં બે છેડા ભેગા થતા ન હોય. આવી સ્થિતિમાં ઘણી વખત પરિવાર ચલાવવા માટે કરજ કરવું પડે છે. કરજ કર્યા પછી વ્યક્તિ તેને ચૂકવવા સતત દોડધામ કરે છે. પરંતુ એક વખત કરજનું ચક્ર શરૂ થઈ જાય તો વ્યક્તિ તેમાં ફસાતી જ જાય છે. કરજ લીધા પછી વ્યક્તિને માનસિક શાંતિ પણ મળતી નથી અને સતત ચિંતા વધે છે. આ પ્રકારની સમસ્યાઓ ગ્રહદોષના કારણે પણ થતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ ક્રોધિત હોય ત્યારે વ્યક્તિના જીવનમાં આવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સમસ્યા હોય ત્યારે શનિવારના દિવસે જ્યોતિષશાસ્ત્ર સંબંધિત ચાર અચૂક ઉપાય કરી શકાય છે. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને કરજમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ વધે છે.

આ પણ વાંચો:

- જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ઉપર શનિની સાડાસાતી ચાલતી હોય તેમના ઉપર કરજ સતત વધતું રહે છે. આવી સ્થિતિમાં શનિદોષને દૂર કરવા માટે શનિવારના દિવસે ભોજનમાં લાલ મરચાંને બદલે કાળા મરીનો ઉપયોગ કરવો. ભોજનમાં પણ સફેદ મીઠાને બદલે સંચળનો ઉપયોગ કરવો. સાથે જ ભોજન બનાવ્યા પછી પહેલો ભોગ શનિદેવને ચડાવો. આમ કરવાથી કરજ ધીરે ધીરે દૂર થવા લાગે છે.

- કરજ લીધા પછી તેને ચૂકવવા માટે દિવસ રાત મહેનત કરવા છતાં પણ સફળતા ન મળતી હોય તો શનિવારના દિવસે કાગળના નાના નાના ટુકડામાં રામ નામ લખવું. ત્યાર પછી આ કાગળને લોટની ગોળીઓમાં રાખી માછલીઓને ખવડાવી દેવા. માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જાતક ઉપર આશીર્વાદ દર્શાવે છે.

- જ્યારે કુંડળીમાં શનિદોષ હોય છે ત્યારે કરજ વધવા લાગે છે. આવી સ્થિતિમાં પણ શનિવારના દિવસે એક ઉપાય કરી શકાય છે. દર શનિવારે જરૂરિયાત મંદ વ્યક્તિની મદદ કરવાનું શરૂ કરો આમ કરવાથી થોડા જ દિવસોમાં અસર જોવા મળશે.

- જો તમારી ઈચ્છા હોય કે તમારી આવકમાં વધારો થાય તો શનિવારનું વ્રત રાખવું અને તે દિવસે કીડીને, ગાયને અને કૂતરાને ભોજન કરાવવું. સાથે જ શનિદેવને કાળી અડદની દાળની ખીચડી અર્પણ કરવી. ત્યાર પછી આ ખીચડી ને પ્રસાદ તરીકે લેવી.

- કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો વ્યક્તિ ઉપર કરજનો ભાર વધે છે. આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે એક લોટો પાણીમાં દૂધ અને સાકર ઉમેરીને પીપળાના ઝાડમાં અર્પણ કરો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

Trending news