1 રૂપિયાનો સિક્કો તમને કરશે માલામાલ, અજમાવો સિક્કાના આ ચમત્કારી ટોટકા
Dhan labh Remedies:જ્યોતિષશાસ્ત્ર અનુસાર આર્થિક સંકટ દૂર કરવા માટે, સફળતા પ્રાપ્ત કરવા માટે, શત્રુ, ભય અને રોગથી છુટકારો મેળવવા માટે, દાંપત્ય જીવનની સમસ્યા દૂર કરવા માટે આ ઉપાયો કરી શકાય છે.
Dhan labh Remedies: ભગવાન ગણેશને દુઃખહર્તા કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તોના જીવનના દુઃખ દૂર થાય છે અને કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. જે ઘરમાં ભગવાન ગણેશની પૂજા થાય છે ત્યાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો વિશે પણ જણાવાયું છે કે જેને કરવાથી વ્યક્તિના જીવનમાં આવેલા તમામ પ્રકારના સંકટથી બચી શકાય છે. આર્થિક સંકટ દૂર કરવા માટે, સફળતા પ્રાપ્ત કરવા માટે, ભય અને રોગથી છુટકારો મેળવવા માટે, દાંપત્ય જીવનની સમસ્યા દૂર કરવા માટે આ ઉપાયો કરી શકાય છે.
આ પણ વાંચો:
અટકેલું ધન પ્રાપ્ત કરવું હોય તો તિજોરીમાં રાખો આ વસ્તુ, ઘરમાં ભરાશે ધનના ભંડાર
વર્ષ 2023નું પહેલું Surya Grahan આ રાશિના લોકો માટે હશે ભારે, રહેજો સાવધાન
સુખ, સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીના ઘરમાં થશે પગલાં, ઘરમાં રોજ કરો આ કામ
- જો તમે સ્વસ્થ અને નિરોગી શરીર ઈચ્છો છો તો બુધવારના દિવસે ઘઉંની રોટલી ઉપર ગોળ લગાડીને નર ભેંસને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી નિરોગી કાયા મળે છે.
- આર્થિક સ્થિતિ સુધારવા માટે બુધવારના દિવસે એક રૂપિયાનો સિક્કો લેવો. ત્યાર પછી તેના પર સરસવના તેલનો ચાંદલો કરવો અને પછી તેને શનિ મંદિરમાં રાખી દેવો. આમ કરવાથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે.
- શત્રુ બાધા દૂર કરવા માટે બુધવારના દિવસે કોઈ એક પથ્થર લેવો અને તેના ઉપર કોલસાથી પોતાના શત્રુનું નામ લખવું. ત્યાર પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું. આમ કરવાથી શત્રુઓથી છુટકારો મળી જાય છે.
- વેપારમાં સમસ્યાઓ આવતી હોય તો સવારે સ્નાન કર્યા પછી આંકડાના ઝાડ પાસે જાવું અને કંકુ ચોખા થી તેની પૂજા કરવી. આમ કરવાથી વેપારમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે.
- કાર્યમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય તો સફળતા પ્રાપ્ત કરવા માટે વહેલી સવારે જાગી જવું અને સ્નાન કરીને લીમડાના ઝાડની પૂજા કરવી અને તેને પાણી ચઢાવવું. આ રીતે દિવસની શરૂઆત કરવાથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.