વર્ષ 2023નું પહેલું Surya Grahan આ રાશિના લોકો માટે હશે ભારે, રહેજો સાવધાન નહીં તો રડવાનો આવશે વારો
Surya Grahan 2023: જ્યારે પણ ગ્રહણ થાય છે તો તેનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. પરંતુ કેટલીક રાશિ એવી હોય છે જેમને ગ્રહણના કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે. વર્ષના પહેલા સૂર્ય ગ્રહણથી પણ 5 રાશિના જાતકોને આવી જ તકલીફ થઈ શકે છે.
Trending Photos
Surya Grahan 2023: વર્ષ દરમિયાન જે પણ ગ્રહણ થાય છે તેનો પ્રભાવ 12 રાશિના જાતકોના જીવનમાં પણ જોવા મળે છે. વર્ષ 2023 ની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન કુલ ચાર ગ્રહણ થશે જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્રગ્રહણ નો સમાવેશ થાય છે. પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. આ પહેલું સૂર્યગ્રહણ કેટલીક રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલીઓ વધારશે. આ સૂર્યગ્રહણ એટલું ભારે હશે કે આ રાશિના જાતકોને રડવાનો વારો આવશે. સૂર્યગ્રહણ સવારે સાત કલાક અને ચાર મિનિટથી શરૂ થશે જે બપોરે 12 કલાક અને 9 મિનિટ સુધી રહેશે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ રાશિ ઉપર તેનો ખરાબ પ્રભાવ જોવા મળશે.
આ પણ વાંચો:
સૂર્ય ગ્રહણ નો ખરાબ પ્રભાવ પડશે આ રાશિઓ ઉપર
મેષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ લાગશે ત્યારે સૂર્ય મેષ રાશિમાં વિરાજમાન હશે તેવામાં આ રાશિના લોકોને કારકિર્દીમાં સમસ્યાનો સામનો કરવો પડશે. આ રાશિના લોકોના જીવનમાં સૂર્ય પ્રતિકૂળ પ્રભાવ પાડશે તેમના જરૂરી કામ અટકી શકે છે અને પરિવારમાં પણ અશાંતિનું વાતાવરણ રહેશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું. આ સમય આર્થિક સમસ્યાઓ પણ વધારી શકે છે.
સિંહ
સૂર્યગ્રહણ સિંહ રાશિના જાતકોના પણ બનતા કામ બગાડશે. આ દરમિયાન આ રાશિના જાતકોને ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ સમસ્યાઓ નળી શકે છે. જોકે ગ્રહણ નો પ્રભાવ પૂરો થયા પછી સ્થિતિ સુધરી જશે.
કન્યા
કન્યા રાશિના જાતકોની કુંડળીમાં આઠમાં ભાવમાં સૂર્યગ્રહણ થશે જે માનસિક કષ્ટ આપશે. આ દરમિયાન ક્રોધમાં વધારો થશે અને માથાના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. જોકે આ રાશિના જાતકો કેટલીક વાતોનું ધ્યાન રાખે તો તેમને લાભ થશે આ સમય દરમિયાન વાણી પર કાબુ રાખવો નહીં તો પરેશાની વધી શકે છે.
આ પણ વાંચો:
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના છઠ્ઠા ભાવમાં સૂર્યગ્રહણ થશે જેના કારણે આ રાશિના જાતકોએ દુશ્મનોથી સાવધાન રહેવું પડશે.આ ઉપરાંત સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે આ સમય દરમિયાન અકસ્માત થવાની પણ સંભાવના છે તેથી લાંબી યાત્રા કરવાથી બચવું અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.
મકર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિના જાતકોની કુંડળીના ચોથાભાવમાં સૂર્ય ગ્રહણ થશે જે માતાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડશે. આ સમય દરમિયાન ખર્ચ વધવાની સંભાવના છે. અણધાર્યા ખર્ચ તમારા બજેટ ને બગાડી શકે છે. ચિંતા કરવાથી સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે તેથી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે