Sharad Purnima 2023: શરદ પુનમના દિવસે દેવી લક્ષ્મી પ્રગટ થઈ હતી, તેથી આ તારીખ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૌથી વિશેષ દિવસ માનવામાં આવે છે. તેમજ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓથી સંપન્ન હોય છે અને અમૃત વરસાવે છે. તેથી આ દિવસે ચંદ્ર દેવની પુજા કરવી પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ વખતે શરદ પૂર્ણિમા પર આવા અનેક શુભ યોગ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી ગયું છે. તેમજ આ દિવસે શુભ મુહૂર્તમાં વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘણી બધી સુખ-સમૃદ્ધિ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weather: આખરે વરસાદની વિદાય; જાણો આ વર્ષો કેમ ચાર દિવસ મોડું પૂરું થયું ચોમાસું


શરદ પુનમની તારીખ અને શુભ યોગ
શરદ પુનમ અશ્વિન પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. પંચાગ અનુસાર અશ્વિન પૂર્ણિમાની તિથિ 28 ઓક્ટોબરની સવારે 4.18 વાગ્યાથી શરૂઆત થશે અને 29 તારીખની મધ્યરાત્રિ 1.54 મિનિટ પર પુરી થઈ જશે. શરદ પૂર્ણિમાનું વ્રત અને પુજા 28 ઓક્ટોબરે થશે.


ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અરબ સાગરની સ્થિતિ જોઈને માછીમારોને પાછા બોલાવાયા


આ વર્ષે શરદ પૂર્ણિમા પર અનેક શુભ યોગ બની રહ્યા છે. 28 ઓક્ટોબર શનિવારે શરદ પૂર્ણિમાના દિવસે ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, શશ યોગ, સૌભાગ્ય યોગ અને સિદ્ધિ યોગનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે. આ યોગોને ખૂબ જ શુભ માનવામાં આવે છે.


રાજદ્વારીઓેને પરત બોલાવતા જ કેનેડાએ ભારતમાં રોકી દીધી આ સેવાઓ, જાણો વધુ અપડેટ


શરદ પૂર્ણિમા પર રહેશે ચંદ્રગ્રહણ
જો કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાની રાત્રે જ થઈ રહ્યું છે અને આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. ભારતમાં ચંદ્રગ્રહણ દેખાતું હોવાને કારણે તેનો સુતક કાળ પણ માન્ય રહેશે. તમને જણાવી દઈએ કે સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરૂ થશે. આ રીતે બપોરે 4 વાગ્યાથી સુતક કાળ શરૂ થશે. તેથી, આ પહેલાં પૂજા કરવી વધુ સારું રહેશે.


વિધર્મી યુવકનું કારસ્તાન : ઈન્સ્ટા પર 100 થી વધુ હિન્દુ યુવતીઓ સાથે વાત કરી ફસાવી


  • શુભ સમય - સવારે 07:54 થી 09:17 સુધી

  • ચર - સામાન્ય મુહૂર્ત બપોરે 12:05 થી 01:28 સુધી

  • લાભ - ઉન્નતિ મુહૂર્ત બપોરે 01:28 થી 02:52 સુધી

  • અમૃત - શ્રેષ્ઠ સમય બપોરે 02:52 થી 04:16 સુધી


વલસાડ હાઈવે પર આખી બસ સળગી, 18 મુસાફરોએ ઈમરજન્સી દરવાજાથી બહાર નીકળીને જીવ બચાવ્યો


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)