Surya Grahan 2023: હિન્દુ ધર્મમાં પૂનમ અને અમાસનું ખૂબ જ મહત્વ હોય છે. અમાસને લઈને ઘણી બધી માન્યતાઓ પણ જોડાયેલી છે. અમાસ નો દિવસ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન વગેરે કરવામાં આવે છે. વૈશાખ મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે 20 એપ્રિલ અને ગુરૂવારના દિવસે અમાસની તિથિ છે. આ દિવસે સૂર્યગ્રહણ પણ થશે. સાથે જ અમાસ પર સર્વાર્થ સિધ્ધ યોગ અને પ્રીતિ યોગ સર્જાઇ રહ્યો છે. આ દિવસે શનિ જયંતિ પણ ઉજવવામાં આવશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં તેથી સૂતકનો પ્રભાવ પણ રહેશે નહીં 


આ પણ વાંચો:


અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું નથી બજેટ ? તો ખરીદી શકો છો આ 6 વસ્તુઓમાંથી કોઈ એક


Mangalwar Ke Upay: શનિ ગ્રહ સંબંધિત બાધા દૂર કરવા મંગળવારે કરો આ ઉપાય, બદલી જશે નસીબ


22 એપ્રિલે ગુરુ કરશે મેષ રાશિમાં પ્રવેશ, જાણો 12 રાશિના જાતકો પર કેવો પડશે પ્રભાવ


અમાસના દિવસે ન કરો આ કામ


આ અમાસ પર માંગલિક કાર્યો માટેની ખરીદારી કરવી નહીં. જો કોઈ નવું કામ શરૂ કરવાનું હોય તો તેને પણ ટાળવું. આ દિવસે શનિ જયંતી પણ છે તેથી આ દિવસે અડદ કે તેનાથી બનેલી કોઈ વસ્તુનું સેવન ન કરવું. આમ કરવાથી શનિદેવની પૂજા કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે.


અમાસ પર કરો આ ઉપાય


- અમાસના દિવસે સ્નાન કરવાના પાણીમાં તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ તેનાથી શનિદોષથી મુક્તિ મળે છે   


- આ દિવસે પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ અને પિંડદાન તેમજ અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.


- જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં કાલ સર્પ દોષ હોય તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તેના માટે શિવલિંગનો અભિષેક કરી શિવ મંત્રોનો જાપ કરવો જોઈએ. 


- આ દિવસે સવારે જલ્દી સ્નાન કરીને પીપળા તેમજ વડના વૃક્ષમાં પાણી ચડાવવું. અને સાંજના સમયે દેશી ઘીનો દીવો કરવો આમ કરવાથી શનિના અશુભ પ્રભાવ દૂર થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)