Guru Mangal Yuti 2024: 12 જુલાઈ 2024 ના રોજ સાંજે 6 કલાક અને 58 મિનિટે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં પહેલાથી જ ગુરુ ગ્રહ બિરાજમાન છે. જેના કારણે 12 જુલાઈથી 12 વર્ષ પછી એક રાશિમાં ગુરુ અને મંગળનો વિશેષ યોગ સર્જાશે. આ પહેલા આવી યુતિ વર્ષ 2013 માં સર્જાઈ હતી. વૃષભ રાશિમાં મંગળ અને ગુરુ એક સાથે ગોચર કરીને ગુરુ મંગળ યોગ બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિમાં મંગળ અને ગુરુ ગ્રહના ગોચરથી રાશિચક્રની 5 રાશિના લોકોને તેનો શુભ પ્રભાવ મળશે. આ યુતિની શુભ અસરના કારણે આ રાશિના લોકોને ફાયદા થશે. મેષ સહિત 5 રાશિ એવી છે જેમને ગુરુ અને મંગળની આ યુતિ બંપર લાભ કરાવશે. 


વૃષભ રાશિમાં સર્જાશે ગુરુ-મંગળની યુતિ


આ પણ વાંચો: Nail Cutting Days: નખ કાપવા માટે આ દિવસ સૌથી શુભ, અચાનક મળશે ધન અને વધશે સુંદરતા


મેષ રાશિ 


ગુરુ અને મંગળની યુતિથી મેષ રાશિના લોકોના જીવનમાં શુભ સમય શરૂ થશે. અટકેલા કામ અચાનક પૂરા થવા લાગશે અને ધન પ્રાપ્તિના યોગ પણ બનશે. પરિવારના લોકો સાથે સંબંધ સારા રહેશે. નોકરી કરતા લોકોની આવકમાં વૃદ્ધિ થશે કાર્યક્ષેત્રમાં પ્રભુત્વ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને સામાજિક સ્થિતિ પણ સુધરશે. 


કન્યા રાશિ 


વૃષભ રાશિમાં ગુરુ અને મંગળની યુતિથી કન્યા રાશિના લોકોની આવક વધશે. કન્યા રાશિના લોકોને ડગલેને પગલે ભાગ્યાનો સાથ મળતો રહેશે. આ સમય દરમિયાન વિદેશ યાત્રા પણ થઈ શકે છે. રોકાણ કરવાથી સારું રિટર્ન અને લાભ મળી શકે છે. નોકરી કરતા લોકોની પ્રગતિ થશે. 


આ પણ વાંચો: 6 જુલાઈથી ગુપ્ત નવરાત્રી શરુ, જાણો રાશિ અનુસાર કઈ વસ્તુઓ પૂજામાં અર્પણ કરવી


વૃશ્ચિક રાશિ 


ગુરુ અને મંગળની યુતિ વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. પારિવારિક સંબંધો સુધરશે. પરિવાર સાથે બહાર જવાનું થઈ શકે છે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આ સમય દરમિયાન પદ અને પ્રતિષ્ઠા વધશે. જીવનસાથી સાથે જો અનબન હતી તો તે દૂર થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત આવશે. 


આ પણ વાંચો: ગુપ્ત નવરાત્રિમાં અજમાવો આ 5 અચૂક ઉપાય, આશ્ચર્યજનક રીતે વધશે ઘરમાં ધનની આવક


ધન રાશિ


ધન રાશિના લોકો માટે પણ મંગળ અને ગુરુની યુતિ લાભકારી રહેશે. હાથમાં રહેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. રોજગારની તલાશ કરતા લોકોને નોકરી મળશે. ઘરેલુ સુખ સુવિધાઓમાં વધારો થશે. માન સન્માન વધશે. ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે. 


મીન રાશિ 


ગુરુ અને મંગળની યુતિ મીન રાશિના લોકોને પણ લાભ કરાવશે. જીવનસાથી સાથે સંપત્તિની ખરીદી થઈ શકે છે. વિવાદનો અંત આવશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. વેપારનો વિસ્તાર થશે. નોકરી કરતા લોકોની નોકરીમાં બદલાવ આવી શકે છે. આ પરિવર્તન સફળતા તરફ આગળ લઈ જશે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)