નવી દિલ્હીઃ Guru Rashi Parivartan 2023: વૈદિક જ્યોતિષ અનુસાર 22 એપ્રિલ 2023ના ગુરૂનું ગોચર દરેક રાશિના જાતકોના જીવન પર અલગ-અલગ પ્રભાવ પાડશે. ખાસ વાત છે કે ગુરૂ 12 વર્ષ બાદ મેષ રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને જે દિવસે ગુરૂ મે। રાષિમાં ગોચર કરશે તે દિવસે અખાત્રીજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે આવી ઘટના આજથી 500 વર્ષ પહેલા થઈ છે અને હવે 22 એપ્રિલ 2023ના એકવાર ફરી અખાત્રીજ પર ગુરૂ ગોચર થશે. આ ઘટના રાશિ ચક્રની દરેક 12 રાશિઓને પ્રભાવિત કરશે. પરંતુ આ ચોગરની ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે જે આ સમય દરમિયાન ધન લાભ, પ્રમોશન અને સફળતાના રૂપમાં લાભનો આનંદ લેશે. જાણો આ રાશિઓ વિશે. 


આ પણ વાંચોઃ 125 વર્ષ બાદ અખાત્રીજ પર જોવા મળશે પંચગ્રહી યોગ, આ જાતકોની બલ્લે-બલ્લે


વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે ગુરૂનું ગોચર પરિણામસ્વરૂપ સૌભાગ્યનો અનુભવ થઈ શકે છે. કારણ કે ગુરૂ તમારી રાશિના 12માં ભાવમાં હશે. તો બીજીતરફ તમારી રાશિના સ્વામી અખાત્રીજ પર માલવ્ય રાજયોગ બનાવી રહ્યાં છે. તેથી તમારૂ વ્યક્તિત્વ સારૂ થશે. સાથે તમને અખાત્રીજ પર વસ્ત્ર, આભૂષણથી લાભ થશે. આ સિવાય ગુરૂ ગોચર 2023 દરમિયાન તમારી દરેક ઈચ્છાઓ પૂરી થશે. પારિવારિક અને રોમેન્ટિંગ જીવન પ્રમાણે તમને સંતોષ મળશે. પરંતુ પૈસા ખર્ચ કરવામાં તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે બિનજરૂરી વસ્તુ પર પૈસા બરબાદ થવાની સંભાવના છે. 


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોને ગુરૂનું ગોચર લાભ કરાવી શકે છે અને તેને ભાગ્યશાળી આકર્ષણના આશીર્વાદ પ્રાપ્ત થશે કારણ કે સિંહ રાશિના જાતકો માટે ગુરૂ તેના નવમાં ભાવમાં ગોચર કરશે. તમારા ઓફિસના કામ કે વ્યવસાય સંબંધી યાત્રાની સંભાવનાઓ છે અને તમારી વિદેશ યાત્રાની ઈચ્છા પૂરી થઈ શકે છે. આ સિવાય સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ રાશિમાં હોવાને કારણે અખાત્રીજ પર રાશિ ચક્રથી પાંચમાં સ્થાન પર ચાલ્યા જશે. આ સમયમાં તમારા પરિવારની સાથે-સાથે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. ગુરૂ ગોચર પણ વિદ્યાર્થીઓ માટે ખુબ અનુકૂળ છે અને તેને તેના અભ્યાસમાં લાભ થશે. 


આ પણ વાંચોઃ શનિ બનાવશે દુર્લભ શશ રાજયોગ, આવનારા અઢી વર્ષ સુધી આ રાશિ પર રહેશે શનિ દેવની કૃપા


વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ 22 એપ્રિલનું આ ગુરૂ ગોચર શુભ સાબિત થશે કારણ કે આ ગોચર વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીના છઠ્ઠા ભાવમાં થવા જઈ રહ્યું છે. જો તમે કાયદાકીય મામલામાં ફસાયા છો તો તમને સફળતા મળશે અને કોર્ટ-કચેરીમાં મામલો તમારા પક્ષમાં આવશે. આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. જે લોકો વ્યવસાય ચલાવી રહ્યાં છે કે ખુદની ફર્મ ચલાવી રહ્યાં છે, તેના માટે આ સમય ફળદાયી સાબિત થશે  અને મોટો નફો થવાની સંભાવના છે. ગુરૂનું આ ગોચર સૈન્ય, પોલીસ કે વહીવટી ક્ષેત્રના લોકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. જો તમે મકાન કે જમીનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો અખાત્રીજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube