હળદરના આ ચમત્કારી ટોટકા કર્યાના 24 કલાકમાં જ અચૂક થાય ધનલાભ, અચાનક થાય છે મોટો લાભ
Haldi Ke Upay: લાલ કિતાબ અનુસાર આ પ્રકારના ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓથી બહાર નીકળવાનો રસ્તો મળે છે. આ ઉપાયો કરવાથી ભાગ્યનો સાથ પણ મળે છે અને ધનપ્રાપ્તિ પણ શક્ય છે. આજે તમને આવો જ હળદરનો એક ચમત્કારિક ઉપાય જણાવીએ જેને કરવાથી 24 કલાકની અંદર જ તમને અસર જોવા મળશે અને ધનપ્રાપ્તિ ની ઈચ્છા પણ પૂરી થશે.
Haldi Ke Upay: જ્યોતિષશાસ્ત્રની જેમ લાલ કિતાબનું પણ ખૂબ જ મહત્વ છે. લાલ કિતાબમાં પણ લોકોના જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓને દૂર કરવાના કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરવા માટે ભગવાનની પૂજા સાથે કેટલાક ઉપાયો પણ કરી શકાય છે. તેવી જ રીતે લાલ કિતાબમાં પણ અલગ અલગ પ્રકારના ઉપાયો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે વ્યક્તિને ભાગ્યનો સાથ ન મળતો હોય અને મહેનત કર્યા છતાં પણ ફળ ન મળતું હોય તો તેઓ આ ઉપાય કરી શકે છે.
લાલ કિતાબ અનુસાર આ પ્રકારના ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓથી બહાર નીકળવાનો રસ્તો મળે છે. આ ઉપાયો કરવાથી ભાગ્યનો સાથ પણ મળે છે અને ધનપ્રાપ્તિ પણ શક્ય છે. આજે તમને આવો જ હળદરનો એક ચમત્કારિક ઉપાય જણાવીએ જેને કરવાથી 24 કલાકની અંદર જ તમને અસર જોવા મળશે અને ધનપ્રાપ્તિ ની ઈચ્છા પણ પૂરી થશે.
આ પણ વાંચો:
શિવલિંગની પૂજા એટલે બ્રહ્માંડની પૂજા, શિવલિંગના આ ગુઢ રહસ્યો વિશે નહીં જાણlતા હોય
Khappar Yog: અધિકમાસમાં સર્જાશે મહાભયંકર ખપ્પર યોગ, 5 રાશિના લોકોનો શરુ થશે ખરાબ સમય
ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના પગથિયે બેસવું છે જરૂરી, જાણો આમ કરવાનું કારણ
હળદરના ચમત્કારી ઉપાય
1. લાલ કિતાબ અનુસાર જો તમે પૈસાની સમસ્યાથી ચિંતા છો તો બુધવાર અને ગુરુવારના દિવસે ગણેશજીને હળદરની ગાંઠની માળા અર્પણ કરો. દર બુધવાર અને ગુરુવારે આ ઉપાય કરવાથી ધનહાનિ ની સમસ્યા દૂર થાય છે અને અટકેલું ધન મળવા લાગે છે.
2. જો તમને વેપારમાં સમસ્યા આવતી હોય અને માતા લક્ષ્મી તમારાથી હોય તો હળદરનું દાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિના રસ્તા ખુલે છે.
3. જો કોઈ વ્યક્તિના લગ્નમાં બાધા આવતી હોય તો હળદરનો આ ઉપાય તેમનું ભાગ્ય બદલી શકે છે. તેના માટે મંદિરમાં હળદર રાખવી અને પૂજા કર્યા પછી તે હળદળથી માથામાંથી લપ કરવું આ ઉપરાંત નહાવાના પાણીમાં એક ચપટી હળદર ઉમેરીને તેનાથી સ્નાન કરવું આમ કરવાથી ભાગ્યનો સાથ મળે છે.
4. ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમને હળદરનું તિલક કરો આમ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે અને અટકેલા પૈસા પરત મળે છે.
5. જો તમારા જીવનમાં પૈસાની ખામી હોય તો ગુરુવારે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પછી હાથમાં હળદર અને ચોખા રાખીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આમ કરવાથી ધન સંબંધિત બધી જ સમસ્યા ઝડપથી દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)