Astro Tips: ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના પગથિયે બેસવું છે જરૂરી, જાણો આમ કરવાથી થતાં ફાયદા વિશે
Astro Tips: તમે ઘણી વાર જોયું હશે કે લોકો મંદિરમાં પૂજા કરીને કે દર્શન કર્યા પછી મંદિરની બહાર નીકળીને મંદિરના પગથિયે કે ઓટલા પર બેસે છે. જે લોકોને આમ કરવાનું કારણ ખબર નથી તેઓ માને છે કે લોકો એમ જ બેસતા હશે પરંતુ આમ કરવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ ધર્મમાં આમ કરવાનું પણ ખાસ કારણ જણાવાયું છે. મંદિરમાં દર્શન કરીને બહાર આવીને થોડીવાર બેસવું જરૂરી છે.
Trending Photos
Astro Tips: તમે ઘણી વાર જોયું હશે કે લોકો મંદિરમાં પૂજા કરીને કે દર્શન કર્યા પછી મંદિરની બહાર નીકળીને મંદિરના પગથિયે કે ઓટલા પર બેસે છે. જે લોકોને આમ કરવાનું કારણ ખબર નથી તેઓ માને છે કે લોકો એમ જ બેસતા હશે પરંતુ આમ કરવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ ધર્મમાં આમ કરવાનું પણ ખાસ કારણ જણાવાયું છે. મંદિરમાં દર્શન કરીને બહાર આવીને થોડીવાર બેસવું જરૂરી છે. આ પરંપરા ખાસ કારણથી નીભાવવાની હોય છે. જ્યારે પણ મંદિરમાં દર્શન કરવા જવાનું થાય તો દર્શન કર્યા પછી બહાર આવી પગથિયે બેસી અને આ શ્લોકનો પાઠ કરવો જોઈએ.
મંદિરના પગથિયે બેસી બોલવો આ શ્લોક
આ પણ વાંચો:
અનાયાસેન મરણમ્, બિના દેન્યેન જીવનમ્
દેહાન્ત તવ સાનિધ્યમ્, દેહિ મે પરમેશ્વરમ્
આ શ્લોકનો અર્થ થાય છે કે મૃત્યુ કોઈપણ મુશ્કેલી વિના થાય, અંતિમ સમયમાં પથારી પકડવી ન પડે. ભગવાન કોઈ પણ જાતની તકલીફ વિના અમને તમારી પાસે બોલાવો, ચાલતાં ચાલતાં અમારો જીવ શરીર છોડે.
બિના દેન્યેન જીવનમ્ એટલે કે ક્યારેય કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અમને ક્યારેય લાચાર ન બનાવો. આપણું જીવન આપણી રીતે જીવીએ.
જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે જીવને ભગવાનનું શરણ મળે. મૃત્યુ સમયે ભગવાનના દર્શન થાય.
ભગવાનના દર્શન કરી મંદિરના પગથિયે બેસી આ પ્રાર્થના કરવી જોઈએ. આ શ્લોકનો પાઠ કરો ત્યારે મનમાં કોઈ અન્ય પ્રકારના વિચારો ન આવવા જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે