Amla Rajyoga: જ્યોતિષશાસ્ત્રમાં 300 પ્રકારના યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયોગ અલગ અલગ ગ્રહોના મેળના કારણે બને છે. જ્યારે એક રાશિમાં બે ગ્રહ એકત્ર થાય ત્યારે આવા યોગનું નિર્માણ થતું હોય છે. આ યોગમાંથી કેટલાક યોગ ખૂબ જ અશુભ હોય છે તો કેટલાક યોગ અતિ શુભ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 30 પ્રકારના રાજયોગ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવગ્રહમાં ગુરુ શુભ ગ્રહની શ્રેણીમાં આવે છે. જ્યારે તેનું રાશિ પરિવર્તન થાય છે અથવા તો તે વક્રી માંથી માર્ગી કે માર્ગીમાંથી વક્રી થાય છે ત્યારે દરેક રાશિના લોકોના જીવન પર અસર જોવા મળે છે. 4 સપ્ટેમ્બર 2023 ના રોજ ગુરુ ગ્રહ મેષ રાશિમાં વક્રી થયો છે. જેના કારણે અમલા રાજયોગ નું નિર્માણ થયું છે.


આ પણ વાંચો:


આજથી 31 ડિસેમ્બર સુધીનો સમય 5 રાશિઓ માટે સમય ભયંકર, વક્રી ગુરુ તિજોરી કરાવશે ખાલી


જન્માષ્ટમીના દિવસે મોરપીંછની પૂજા કરી મુકો તિજોરીમાં, 21 દિવસમાં વધશે ધનની આવક


આ 3 દિવસ ગાયની પૂજા કરી ખવડાવો રોટલી, 15 દિવસમાં મોટામાં મોટું સંકટ પણ થશે દુર


અમલા રાજયોગના કારણે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી જવાનું છે કારણકે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અમલા રાજયોગ ના કારણે મિથુન રાશિના લોકોને સૌથી વધારે ફાયદો થવાનો છે. આ રાશિના લોકોને કાર્યક્ષેત્ર સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે અને રોજગારની નવી તકો પ્રાપ્ત થશે. તેમને દરેક કામમાં સફળતા મળશે અને અચાનક સંપત્તિ પણ મળી શકે છે.


અમલા રાજયોગથી તુલા રાશિને પણ ફાયદો થવાનો છે. સરકારી નોકરી કરતા લોકોને અચાનક પ્રમોશન મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. જૂની સમસ્યાઓથી મુક્તિ મળશે. જીવનમાંથી નકારાત્મકતાનો અંત આવશે અને ધન લાભ થશે.


મીન રાશિના લોકોને અમલા રાજયોગથી અત્યંત ફાયદો થવાનો છે. કાર્યક્ષેત્રની પરેશાનીઓ દૂર થશે. જો કોઈ કામ અટકેલું હતું તો હવે તે સરળતાથી પૂરું થશે અને કાર્યમાં સફળતા પણ મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)