Ambaji Temple : ચોમાસું આવતા જ દિવસ અને રાતના સમયમાં મોટો ફેરફાર થયો છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની આરતીના સમયમાં ફેરફાર થયો છે. જેથી દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. ત્યારે આ બાબતની ભાવિક ભક્તોએ નોંધ લેવી તેવું મંદિર તરફથી જણાવવામા આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે માહિતી આપતા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાદ્યાએ જણાવ્યું કે, યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં તારીખ 07 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે. હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.


I am Sorry! ભાજપની કારોબારી બેઠકમાં પાટીલે ભાજપના નેતાઓની વચ્ચોવચ કેમ માંગી માફી?


સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું, તેના બદલે હવે 11.30 કલાક સુધી દર્શનનો સમય લંબાવાયો છે. માતાજીની સાતે દિવસની સવારીનાં દર્શન, જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે. અષાઢી બીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. 


  1. આરતી સવારે – 7.30 થી 8.00

  2. દર્શન સવારે - 8.00 થી 11,30

  3. બપોરે આરતી બંધ કરવામાં આવી છે

  4. બપોરે દર્શન – 12.30 થી 16.30

  5. સાંજે આરતી -19.00 થી 19.30

  6. દર્શન સાજે - 19.30 થી રાત્રી ના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે


ઉલ્લેખનીય છે કે, સૂર્યાસ્ત અને સૂર્યોદય મુજબ વર્ષમાં નિયત સમયે અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફારો કરાતા રહે છે. મંદિરમાં આવા માઈભક્તોને કોઈ અવગવડતા ન પડે તે હેતુથી મંદિર પ્રશાસન દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવતી હોય છે. 


ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચો