Five Rupee Coin Upay: દરેક વ્યક્તિ જીવનમાં તમામ સુખ-સુવિધાઓ અને ભૌતિક સુખોથી ભરપૂર રહેવા માંગે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં મા લક્ષ્મીની કૃપા મળે. પરિવારમાં કોઈ વસ્તુની કમી ન થાય. આ માટે તે દિવસ-રાત મહેનત પણ કરે છે. પરંતુ ઘણી વખત નસીબના અભાવે વ્યક્તિને તેની મહેનતનું પૂરું ફળ મળતું નથી. આવી સ્થિતિમાં જ્યોતિષમાં કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આમાંથી એક ઉપાય છે 5 રૂપિયાનો સિક્કો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રમાં 5 રૂપિયાના સિક્કાને લઈને કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, આ ઉપાય કરવાથી વ્યક્તિની આવક ચોક્કસ વધે છે. આ સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. આ ઉપાય કરવાથી વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા વરસે છે અને વ્યક્તિને તરત જ શુભ ફળ મળે છે. ચાલો જાણીએ 5 રૂપિયાના સિક્કાથી કેવી રીતે અમીર બની શકાય.


આ પણ વાંચો:
RBI નો મોટો નિર્ણય! જાણો વ્યાજદરોમાં કરાયો શું ફેરફાર, કેટલી મોંઘી થઈ લોન
દરેક ગુજરાતી માટે ચોંકાવનારો વીડિયો, અમદાવાદમાં બાળક નશામાં લથડિયા ખાતો જોવા મળ્યો


5 રૂપિયાના સિક્કાથી કરો આ ઉપાય


- જ્યોતિષમાં 5 રૂપિયાના સિક્કાને ખૂબ જ ચમત્કારી ઉપાય જણાવવામાં આવ્યો છે. આ માટે પૂજા ઘરની પાસે અક્ષત અથવા દુર્વાથી ભરેલો કળશસ્થાપિત કરો. આ કળશમાં 5 રૂપિયાનો સિક્કો રાખો. ત્યારપછી આ કળશની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. આટલું જ નહીં, વ્યક્તિની કિસ્મત બદલાવામાં પણ સમય લાગતો નથી.


- આ સિવાય આ ઉપાય તમારા નસીબને ચમકાવવામાં પણ મદદ કરશે. 5 રૂપિયાનો સિક્કો લો અને તેના પર તમારા નામનો પહેલો અક્ષર સિંદૂરથી લખો. આ સિક્કાને છત પર અથવા પાણીની ટાંકી પર રાખો. આ 5 રૂપિયાનો સિક્કો રાતભર ત્યાં જ છોડી દો. બીજા દિવસે સવારે સિક્કો પૂજા ઘરમાં મુકો. આ પછી મા લક્ષ્મીનું આહ્વાન કરતા સિક્કો લાલ રંગના કપડામાં બાંધી દો. હવે આ લાલ રંગની પોટલીને તમારા પર્સમાં અથવા તિજોરીમાં મુકો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.


આ પણ વાંચો:
જો ભારતમાં ધરા ધ્રુજી તો ગુજરાતના આ શહેર સહિત 38 શહેરોમાં મચી શકે છે ભારે  તબાહી
ગુજરાતના મોટા સમાચાર : ભાજપના ધારાસભ્યને રાહત અને કોગ્રેસના ધારાસભ્યને કેદ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. zee24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube