Rain Water: ગુજરાતભરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ તો વરસાદે તારાજી સર્જી દીધી છે. ભારે વરસાદના કારણે વરસાદનું પાણી જોખમ ઊભું કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદનું પાણી ચમત્કારી હોય છે? મોટાભાગના લોકો આ વાત નથી જાણતા કે વરસાદનું પાણી વ્યક્તિના જીવનની દશા બદલી શકે છે. વરસાદનું પાણી વ્યક્તિને કરજથી પણ મુક્ત કરી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં વરસાદના પાણીના કેટલાક ખાસ ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. આ ઉપાય કરવાથી વધતું કરજ ઘટવા લાગે છે અને આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદના પાણીના ચમત્કારી ઉપાયો 


આ પણ વાંચો: 31 જુલાઈ પછીનો સમય આ 3 રાશિ માટે સૌથી બેસ્ટ, શુક્ર અને ગુરુ ગ્રહ ચમકાવી દેશે ભાગ્ય


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને વેપારમાં સતત નુકસાન જઈ રહ્યું હોય કે વેપાર જોઈએ એટલો સફળ ન હોય તો તેને પિત્તળના વાસણમાં વરસાદનું પાણી એકઠું કરવું જોઈએ. પિત્તળના વાસણને ખુલી જગ્યામાં રાખી દેવું અને તેમાં વરસાદ આવે ત્યારે જે પાણી એકત્ર થાય તેને સાચવીને રાખી લેવું. ત્યાર પછી એકાદશીની તિથિ આવે ત્યારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આ જેલથી અભિષેક કરવો. 


આ પણ વાંચો: માં લક્ષ્મીને અતિ પ્રિય છે આ રત્ન, ધારણ કર્યાની સાથે સર્જાવા લાગે છે ધનલાભના યોગ


- જો તમારા પર કરજ સતત વધી રહ્યું હોય તો વરસાદના પાણીનો ઉપાય તમારા માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. તેના માટે વરસાદ આવતો હોય ત્યારે કોઈ પાત્રમાં પાણી ઝીલી લેવું. ત્યાર પછી આ પાણીને હનુમાનજીને અર્પણ કરો. ત્યાર પછી હનુમાનજીની પૂજા કરી 52 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ કર્યા પછી હનુમાનજીને અર્પણ કરેલું પાણી ઘરમાં છાંટી દો. 


- જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તેને માટીના પાત્રમાં વરસાદ આવે ત્યારે પાણી એકત્ર કરવું જોઈએ. આ પાત્રને ઉત્તર દિશામાં રાખી દેવું. વરસાદનું પાણી આ દિશામાં રાખવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે. 


આ પણ વાંચો: Roti Flour: રોટલીનો લોટ બાંધતી વખતે વાર અનુસાર તેમાં ઉમેરો આ વસ્તુઓ, કાર્યો થશે સફળ


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનની ખામીને દૂર કરવા માટે વરસાદ આવે ત્યારે કોઈ પણ પાત્રમાં વરસાદનું પાણી ઝીલી લેવું. ત્યાર પછી આ પાણીને તડકો નીકળે ત્યારે સૂર્યદેવની સામે રાખી સૂર્યદેવની પૂજા કરવી. પૂજા કર્યા પછી આંબાના પાનથી આ પાણીને આખા ઘરમાં છાંટી દેવું. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘર પર માતા લક્ષ્મીની કૃપા વરસ છે.


- જો કોઈ વ્યક્તિ ઉપર એક પછી એક સમસ્યાઓ આવતી જ રહેતી હોય તો વરસાદ આવે ત્યારે વરસાદનું પાણી કોઈ પાત્રમાં એકત્ર કરવું જોઈએ. રોજ સ્નાન કરો ત્યારે સ્નાન કરવાના પાણીમાં થોડું વરસાદનું પાણી અને થોડું દૂધ ઉમેરીને સ્નાન કરવું. તેનાથી ભગવાનની કૃપા તમારા પર બની રહેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)