મહાભારતની આ કહાની જાણીને તમારા રુંવાડા ઉભા થઈ જશે, એક પાંડવે મજબૂરીમાં કર્યુ હતું આ કામ
mahabharata interesting fatcs : મહાભારત સાથે જોડાયેલા કેટલાક કિસ્સા એવા છે, જે આજે પણ લોકોના સમજની બહાર છે... રાજા પાંડુના આદેશ પર તેમના પુત્ર સહદેવે તેમનું મસ્તિષ્ક ખાધુ હતું
Mahabharat ki Kahani : હિન્દુ ધર્મમાં મહાભારત એવો ધર્મગ્રંથ છે જેની કહાનીઓ અને રહસ્ય આજે પણ કોઈ સમજી સક્યુ નથી. સામાન્ય રીતે લોકો મહાભારતના પરિવારની લડાઈ, ભાઈઓ વચ્ચેની લડાઈ માને છે. પરંતું આ ધાર્મિક ગ્રંથમાં પારિવારિક ઝઘડાને કારણે, પ્રેમને કારણે, નફરત, વિશ્વાસ, ક્રોધ અને લાગણીઓનો સંગ્રહ જોવા મળ્યો છે. મહાભારત સાથે જોડાયેલા કેટલાક કિસ્સા એવા છે, જે આજે પણ લોકોના સમજની બહાર છે. તો કેટલાક કિસ્સાઓ માત્ર વાર્તામાં છે, તેનો ઉલ્લેખ ગ્રંથમાં નથી. આવો જ એક સહદેવનો કિસ્સો છે.
આ પાંડવે ખાધુ હતું પિતાનું મસ્તિષ્ક
મહાભારતના કથા અનુસાર, પાંડવોમાં સૌથી નાનો ભાઈ સહદેવે પોતાના પિતા પાંડનું મસ્તિષ્ક ખાધુ હતું. સહદેવમાં ભવિષ્ય જોવાની ક્ષમતા હતા. તેથી યુદ્ધની શરૂઆત કરતા પહેલા દુર્યોધન તેની પાસે યોગ્ય મુહુર્ત જાણવા માટે ગયા હતા. જોકે, સહદેવને માલૂમ હતું કે, દુર્યોધન જ તેમના સૌથી મોટા દુશ્મન છે. તેથી તેમણે યુદ્ધ આરંભ કરવાનું યોગ્ય મુહૂર્ત જણાવ્યુ હતું.
શકુની મામા પાસે હતી અદભૂત શક્તિ, જાદુઈ પાસાથી તેઓ ક્યારેય કોઈ બાજી નથી હાર્યા
પિતાનું માંસ ખાવાનું કારણ
રાજા પાંડુને ઋષિ કિંદમ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો કે, તેઓ કોઈ સ્ત્રી સાથે સમાગમ કરશે તો તેમના પત્ની માદ્રીને જોઈને તેઓ કામાશક્ત થઈ જશે. જેમ રાજાએ પાંડુની પત્ની માદ્રીને ગળે લગાવી તો તો સમયે મૃત્યુએ તેમને જકડી લીધું. મૃત્યુને નજીક જોઈને રાજા પાંડુએ પોતાના પાંચેય પુત્રોને બોલાવ્યા હતા અને કહ્યું કે, મારું મસ્તિષ્ક ખાઈ લો. આ સાંભળીને પુત્રો હેરાન રહી ગઆ અને આ વાત માટે તૈયાર ન થયા. પરંતું સૌથી નાના દીકરા સહદેવે પિતાના કહેવા પર તેમનું મસ્તિષ્ક ખાવાનુ સ્વીકાર કર્યુ હતું.
ચીનમાં કોરોનાથી પડી રહી છે લાશો, કોરોનાના એક્ટિવ કેસોમાં ગુજરાત પાંચમા ક્રમે આવી ગયુ
પાંડુ પાસે હતો જ્ઞાનનો ભંડાર
જેમ સહદેવે પોતાના પિતા પાંડુંનું મસ્તિષ્ક ખાધું, તો તેમને ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન પ્રાપ્ત થયું. કારણ કે, રાજા પાંડુ પાસે જ્ઞાનનો ભંડાર હતા, તેઓ ઈચ્છતા હતા કે તેમનું આ જ્ઞાન તેમના પુત્રોને મળે. તેથી તેઓએ આવુ કરવા કહ્યુ હતું. આ કારણે જ સહદેવ ત્રિકાળ જ્ઞાની કહેવાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)
ગુજરાતના દરિયા પાસે મોટું સંકટ, દેશના દુશ્મનો વધતા અરબ સાગરમાં 3 યુદ્ધ જહાજ તૈનાત