10 રૂપિયાના સિક્કા માટે રાજકોટ કલેક્ટરને કેમ કરવી પડી અપીલ, શહેરભરમાં ગંભીર બન્યો આ મુદ્દો

Public reluctant to accept Rs 10 coin : રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ કર્યું ટ્વીટ, રૂ. 10નો સિક્કો રાજકોટના વેપારીઓ ન સ્વીકારતા હોવાનું લખ્યું, 10નો સિક્કો કાયદેસરનું ચલણ હોવાથી રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા કરી અપીલ 

10 રૂપિયાના સિક્કા માટે રાજકોટ કલેક્ટરને કેમ કરવી પડી અપીલ, શહેરભરમાં ગંભીર બન્યો આ મુદ્દો

Rajkot News : રીઝર્વ બેંકે જે પણ ચલણી નાણું બહાર પાડ્યું હોય તેને લેવાનો કોઈ ઈન્કાર ન કરી શકે...જો ઈન્કાર કરે તો તે કાયદેસરનો ગુનો બને છે. ગુજરાતમાં આજે પણ એવા અનેક શહેર છે જ્યાં 10 રૂપિયાનો સિક્કો વેપારી સ્વીકારતા નથી...વેપારીઓ દાવો કરે છે કે ગ્રાહકો લેતા નથી એટલે અમે સિક્કો નહીં સ્વીકારીએ...ત્યારે શું છે સિક્કાની આ માથાકુટ જુઓ આ અહેવાલમાં....

 

  • રૂપિયા 10નો સિક્કો લેવાનો કોઈ ઈન્કાર ન કરી શકે
  • સિક્કો લેવાનો ઈન્કાર કરનારને થઈ શકે છે જેલ
  • ગુજરાતમાં અનેક જગ્યાએ છે સિક્કાની ફરિયાદો 
  • મેગા સીટીમાં પણ સિક્કો નથી સ્વીકારતા તેવી ફરિયાદો
  • સિક્કાને કારણે વેપારી-ગ્રાહક વચ્ચે થાય છે ઘર્ષણ

 
જો તમે સિક્કો નહીં સ્વીકારો તો તમારે જેલની હવા ખાવી પડશે
રૂપિયા 10નો સિક્કો કોઈ વેપારીએ ન લીધો હોય તેવી ઘટના તમારી સાથે પણ બની જ હશે. ગુજરાતમાં એવા અનેક શહેર અને ગામ છે જ્યાં ભારતીય ચલણનો 10નો સિક્કો ઘણા વેપારી લેતા નથી. વેપારીઓ સિક્કો સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દે છે, પરંતુ વેપારીઓએ જાણી લેવું જોઈએ કે જો તમે સિક્કો નહીં સ્વીકારો તો તમારે જેલની હવા ખાવી પડશે. રીઝર્બ બેંકની ગાઈડલાઈન્સ પ્રમાણે આ એક ગંભીર ગુનો છે અને તેમાં ગંભીર કલમો લાગી શકે છે. 

અનેક વેપારી સિક્કો લેવાનો ઈન્કાર કરે છે
ખાસ ગામડાઓમાં સૌથી વધુ ફરિયાદો ઉઠતી હોય છે. વેપારીઓ સાથે ઘણીવાર ગ્રાહકોનું આ બાબતે ઘર્ષણ પણ થાય છે. વેપારીઓ 10નો સિક્કો સ્વીકારતા નથી અને બચાવમાં એવું કહેતા નજરે પડે છે કે ગ્રાહકો લેતા નથી એટલે અમે સ્વીકારતા નથી. મેગા સીટી રાજકોટમાં પણ કંઈક આવું જ છે. રાજકોટ કલેક્ટરને કેટલીક ફરિયાદો મળી હતી કે શહેરમાં અનેક વેપારી સિક્કો લેવાનો ઈન્કાર કરે છે. કલેક્ટર પ્રભવ જોશીએ એક ટ્વીટ કરીને કહ્યું કે, રોજિંદા વપરાશમાં 10નો સિક્કો ચાલુ જ છે અને તે કોઈ પણ બેંકમાં જમા કરાવી શકાય છે.

  • 10નો સિક્કો લેવાનો ન કરતા કોઈ ઈન્કાર
  • 10નો સિક્કો ભારતીય ચલણમાં ચાલુ જ છે
  • કોઈ વેપારી સિક્કો લેવાનો ન કરી શકે ઈન્કાર 
  • જો લેવાનો ઈન્કાર કર્યો તો થઈ શકે છે જેલ 
  • ગુજરાતમાં ઘણી જગ્યાએ ઉઠી છે ફરિયાદો 
  • દુકાનદાર સામે થઈ શકે છે ફોજદારી કાર્યવાહી 

લાડકોડથી સાસરી લાવેલી વહુએ તેવર બતાવ્યા , દિયર અને સસરાને ભોજનમાં ઝેર પીવડાવ્યું

કલેક્ટરે કર્યો ખુલાસો
રાજકોટ કલેક્ટરે રાજકોટના વેપારીઓ સાથે એક બેઠકનું પણ આયોજન કર્યું હતું. જેમાં કલેક્ટરે એવો આગ્રહ કર્યો હતો કે, વેપારીઓ પોતાની દુકાન પર એવા સ્ટીકર લગાવે કે અહીંયા 10નો સિક્કો સ્વીકારવામાં આવે છે. જો કે વેપારીઓએ એવો દાવો કર્યો હતો કે કેટલાક ગ્રાહકો જ સિક્કો સ્વીકારતા નથી જેથી અમે લેતા નથી.

વેપારી લેવાનો ઈન્કાર કરે તો ફરિયાદ નોંધાવો
જો તમારી પાસે સિક્કો લેવાનો વેપારી ઈન્કાર કરે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમે RBIની સત્તાવાર વેબસાઇટ અથવા તો ટોલ ફ્રી નંબર 144040 પર ફરિયાદ કરી શકો છો. આપને જણાવી દઈએ કે જો સિક્કો નહીં લેવામાં આવે તો દુકાનદાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં પણ આવી શકે છે. કારણ કે આ રાષ્ટ્રીય ચલણનું અપમાન કહેવાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news